ઇસ્તાંબુલના નાઇટ ક્લબમાં ફાયરિંગ કરનારો પકડાયો, 2 ભારતીય સહિત 39ના મોત થયા હતા

ઇસ્તાંબુલ: તૂર્કીના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલમાં 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાઇટ ક્લબમાં ફાયરિંગ કરનારો જેહાદી પકડાઈ ગયો છે. પોલીસે એ શહેરના એક રેશિડેન્શિયલ એરિયામાં રેડ પાડીને તેને પકડી પાડ્યો હતો. ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકો અબીસ રિજવી અને ખુશી શાહ સહિત 39 લોકોના મોત થયા હતા. જ્યારે કે 40 લોકો જખ્મી થયા હતા. હુમલો કરનારો સાન્તા ક્લોઝના ડ્રેસમાં હતો.

તુર્કીની સરકારી TRT ટેલીવિઝનની એક રિપોર્ટ જણાવવામાં આવ્યું છે કે ધરપકડ વખતે આરોપી હુમલાખોર પોતાના 4 વર્ષના દીકરા સાથે હતો. પકડાયેલા હુમલોખોરનું નામ અબ્દુલ કાદિર મશારિપોવ જણાવવામાં આવ્યું છે. લોકલ મીડિયાના જણાવ્યા પ્રમાણે ઉજ્બેકિસ્તાનનો તે નાગરિક છે. હુમલાખોરને ઇસ્તાંબુલની ઇસેનયુર્ટ ડિસ્ટ્રિક્ટ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી સોમવારે અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તે બે અઠવાડિયાથી ફરાર હતો. તેની સાથે બીજા 4 લોકો પણ હતા જેઓને પોલીસે પકક્યા હતા જેમાં ત્રણ મહિલાઓ હતી. જ્યાંથી આ સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી તે જગ્યા ઘટનાસ્થળથી 25 માઇલ દૂર છે.

http://sambhaavnews.com/

You might also like