1.14 કરોડની નકલી નોટો સાથે એક વ્યક્તિની ઘરપકડ

અમદાવાદઃ ગુજરાતના ખેડા જિલ્લામાં બે વ્યક્તિની1.14 કરોડની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે. એટીએસને એવી માહિતી પ્રાપ્ત થઇ ગતી કે રાજસ્થાનથી ગુજરાત નકલી નોટોની તસ્કરી થઇ રહી છે. જેના આધારે એટીએસએ ગત મહિનાથી રેલવે સ્ટેશનો પર સખત તપાસ હાથ ધરી હતી. બુધવારે સાંજે તેમણે 25 વર્ષના નરસિંહભાઇ પાસેથી નકલી નોટોનો જથ્થો પ્રાપ્ત કર્યો છે. હાલ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. નરસિંહ રાજસ્થાના બાસવાડા જિલ્લાનો રહેવાસી છે. તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી કુલ રકમનો આંકડો 1,41,88,000 રૂપિયા છે. બધી જ નકલી નોટો 1000 રૂપિયાની છે. કઠલાલા પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

You might also like