પાકિસ્તાને રૉનાં અધિકારીને પકડ્યાનો દાવો : ભારતે ફગાવ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાને ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)નાં એક અધિકારીની ધરપકડ કર્યાનાં દાવા પર વિરોધ વ્યક્ત કર્યો છે. આ અંગેની જાણ ભારતીય ઉચ્ચાયુક્ત ગૌતમ બંબાવાલેને મોકલી આપ્યો છે. જ્યારે ભારતે પાકિસ્તાનનાં દાવાનુ ખંડન કરતા કહ્યું કે નૌસેનાનાં સમયથી જ આ વ્યક્તિનું રિટાયરમેન્ટ બાદ સરકાર સાથે કોઇ લેવાદેવા નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોઇ પણ દેશનાં આંતરિક મુદ્દામાં દખલ ન કરવું જોઇએ. ભારત એક સ્થિર અને શાંતિપુર્ણ પાકિસ્તાનનાં પક્ષમાં છે.

ગુરૂવારે પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે તેઓએ રોનાં એક અધિકારીની ધરપકડ કરી છે. પાકિસ્તાનનાં વિદેશ કાર્યાલયે પોતાનાં નિવેદનમાં કહ્યું કે વિદેશ સચિવે ભારતીય ઉચ્ચાયુક્તને આ અંગે માહિતી આપી છે. રોનાં એક અધિકારી દ્વારા પાકિસ્તાનમાં બિનકાયદેસર ધૂસણખોરી અને બલુચિસ્તાન સાથે કરાચીમાં પણ દેશવિરુદ્ધની ગતિવિધિઓમાં સંડોવણી હોવાનાં મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ અંગે ઉંડી ચિંતા પણ વ્યક્ત કરાવી હતી.

બલૂચિસ્તાનનાં ગૃહમંત્રી મીર સરફરાઝ બુગતીએ ગુરૂવારે આ અધિકારીની ઓળખ કુલ યાદવ ભૂષણ તરીકે જાહેર કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નૌસેનામાં કમાન્ડર સ્તરનાં અધિકારી હતા અને રો માટે કામ કરી રહ્યા છે. બુગતીએ દાવો કર્યો કે ભૂષણ બલૂચિસ્તાનમાં જાતીય હિંસા ફેલાવી રહેલા આતંકવાદીઓ અને અલગતાવાદીઓના સંપર્કમાં હતા. જો કે મંત્રીએ તે નથી જણાવ્યું કે અધિકારીની ધરપકડ કઇ જગ્યાએથી કરવામાં આવી છે.

You might also like