છ મહિનાનો સમય છે કાં તો તમે મને પકડો નહીતર હું તમને પકડીશ : કેજરીવાલ

ચંડીગઢ : દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિરોમણી અકાલી દળનાં નેતા અને પંજાબનાં મહેસુલ વિભાગાં મંત્રી વિક્રમજીત મજીઠિયા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. કેજરીવાલે શુક્રવારે કહ્યું કે મારી છ મહિનામાં મને પકડી લો નહી તો છ મહિના બાદ હું તમને પકડી લઇશ. કેજરીવાલ અમૃતસર ખાતે પોતાનાં વિરુદ્ધ મજેઠિયા દ્વારા દાખલ કરાયેલ માનહાનીનાં એક કેસની સુનવણી માટે ગયા હતા. આ કેસમાં તેને આગોતરા જામીન મળી ચુક્યા છે.

કેજરીવાલે મજેઠિયાને ફરીથી ડ્રગ માફીયા કહ્યા. પહેલા પણ તેઓ આ જ શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેનાં કારણે મજેઠિયા દ્વારા તેની વિરુદ્ધ માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો. પંજાબમાં ચુંટણીનાં મુદ્દે આમ આદમી પાર્ટીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આ વખતે પણ કેજરીવાલ દિલ્હીવાળી પદ્ધતીથી જ પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીમાં પણ તેઓએ આ જ પદ્ધતીથી મોટા મોટા નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં મજેઠિયા બાહુબલી નેતા તરીકે જાણીતા છે અને રાજ્યનાં સૌથી પ્રભાવશાળી બાદલ પરિવારનાં ઘણા નજીકનાં છે. તે પંજાબનાં ઉપમુખ્યમંત્રી સુખબીર બાદલનાં સંબંધી છે. કોર્ટમાં રજુ થવા માટે અમૃતસર ખાતે પહોંચેલા કેજલીવારે કહ્યું કે હું જાણુ છું કે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ પર ખોટો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

કોર્ટમાં રજુ થવા માટે અમૃતસર ખાતે આવેલા કેજલીવારે કહ્યું કે હું જાણુ છું કે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. જો તેઓ દિલ્હીનાં મુખ્યમંત્રી હોવા છતા મને નથી છોડતા તો તમને કઇ રીતે પકડશે. અમે આવા કોઇ પણ દબાણની સામે નહી નમીએ અને 2017માં પંજાબમાં સરકાર રચીશું. કેજરીવાલની સાથે આપનાં પંજાબ ખાતેનાં વડા સંજય સિંહ હતા. ઉપરાંત વિવાદિત નેતા અને સાંસદ ભગવંત માન પણ હતા. તેમણે પણ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

You might also like