થાણેમાં થયેલી 9 કરોડની લૂંટનો કેસ ઉકેલાયો, 6 લોકોની ધરપકડ

મુંબઇ: થાણેના એટીએમ કેસ કલેક્શન સેન્ટરમાંથી 27 જૂને લૂંટવામાં આવેલા 9 કરોડ રૂપિયામાંથી 3 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે. થાણે પોલેસે લૂંટની ગુત્થી ઉલેકતાં 6 લોકોની ધરપકડ કરી છે બાકી લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસ કમિશ્નર પરમવીર સિંહે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બધા 126 આરોપીઓમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો પાસેથી લગભગ 6 કરોડ રૂપિયા મળી આવ્યા છે. કમિશ્નરે જણાવ્યું હતું કે મોટાભાગના લૂંટારા નોઇડા એરિયાના છે. લૂંટનું પ્લાનિંગ પણ નોઇડામાં જ કરવામાં આવ્યું હતું.

રવિવારે બેંક બંધ હોવાને લીધે કેશ વધુ હોય છે. એટલા માટે જ લૂંટારાઓએ સોમવારના દિવસનો પસંદ કર્યો અને તે દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યું. કમિશ્નરે કહ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં જ બાકીના લોકોની ધરપકડક કરવામાં આવશે અને લૂંટની રકમ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કાવતરામાં કંપનીના બે કર્મચારી પણ સામેલ છે, તે રાત્રે પણ ડ્યૂટી પર હાજર હતા જ્યારે બીજા પૂર્વ કર્મચારી હતા.

27 જૂનની રાત્રે થાણેના ત્રણ હાથ નાકા પાસે ચેકમેટ સેક્યુરિટી કંપનીમાં લૂંટ ચલાવીને 9 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. ઓળખ છુપાવવા માટે લૂંટારા પોતાની સાથે સીસીટીવી રેકોર્ડિંગ મશીન પણ ઉઠાવી ગયા હતા. લૂંટ માટે 1 જાયલો અને 2 ઇકો કારની સાથે 2 મોટરસાઇકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે એક જાઇલો જપ્ત કરી લીધી છે.

You might also like