પ્રાદેશિક પક્ષો હિટલર જેવા, અખિલેશ ભૈયા અધ્યક્ષપદ છોડેઃ અપર્ણા યાદવ

લખનૌ: સમાજવાદી પાર્ટી અને પરિવારમાં ચાલી રહેલ ઘમસાણ હજુ શાંત થવાનું નામ લેતું નથી. એક બાજુ શિવપાલ યાદવ સેક્યુલર મોરચાની રચના કરવાની પેરવીમાં છે તો બીજી બાજુ મુલાયમસિંહે રવિવારે જણાવ્યું હતું કે અખિલેશને મુખ્યપ્રધાન બનાવ્યા તે તેમની ભૂલ હતી.

આ દરમિયાન મુલાયમસિંહની નાની પુત્રવધૂ અપર્ણા યાદવે એક મુલાકાતમાં જણાવ્યું છે કે અખિલેશ ભૈયાએ રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો છોડી દેવો જોઈએ, સાથે જ અપર્ણા યાદવે યોગી સરકારની પ્રશંસા કરી હતી તેમજ પ્રાદેશિક પક્ષોની હિટલર સાથે તુલના કરી હતી.

યોગી સરકારની કામગીરી અંગે અપર્ણા યાદવે પ્રશંસા કરતાં જણાવ્યું છે કે યોગી સરકાર વન મેન શો જેવી નથી. તેઓ ચાર લોકો સાથે વાતચીત કર્યા બાદ કોઈ નિર્ણય લે છે, જ્યારે પ્રાદેશિક પક્ષોમાં એક જ વ્યક્તિ ફેંસલો કે ફરમાન કરે છે, જે બધાંને સ્વીકારવો પડે છે. પ્રાદેશિક પક્ષો હિટલર જેવા હોય છે.

મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથ અંગે અભિપ્રાય આપતાં અપર્ણા યાદવે જણાવ્યું હતું કે ૨૫ વર્ષની ઉંમરમાં યોગીજી સાંસદ બન્યા હતા અને સતત પાંચ ચૂંટણીમાં તેમનો વિજય થયો હતો. તેમણે પોતાનો ગઢ તૈયાર કર્યો છે અને તેઓ હવે યુપીના સીએમ છે. યોગી સરકાર સારું કામ કરી રહી છે અને આપણે તેમની ઈજ્જત કરવી જોઈએ.
http://sambhaavnews

You might also like