સરકારે 81 લાખ આધાર કાર્ડ કર્યા ડિએક્ટિવેટ, આ રીતે જાણો તમારા આધાર કાર્ડ સ્ટેટસ..

ભારતીય વિશિષ્ટ ઓળખ સંસ્થા (UIDAI) એ અત્યાર સુધીમાં 81 લાખ આધાર નંબર ડિએક્ટિવ કરી દીધા છે. 11 ઓગસ્ટના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના રાજ્ય મંત્રી પી.પી. ચૌધરીએ રાજ્યસભામાં આ અંગેની જાણકારી આપી હતી. ક્યાં તમારો પણ આધાર નંબર તો ડીએક્ટિવેટ નથી થઈ ગયો? અહીં જાણીએ કે તેની ઓળખ કેવી રીતે કરી શકાય છે …

આધાર નંબર કેટલાક કારણોસર ડિએક્ટિવેટ કરવામાં આવ્યા છે, જેનો ઉલ્લેખ આધાર (એનરોલમેન્ટ અને અપડેટ) રેગ્યુલેશન 2016ના સેક્શન 27 અને 28માં છે. જે હેઠળ જો કોઇ વ્યકતિના એકથી વધારે આધાર નંબર હોય અથવા તો તેના બાયોમેટ્રિક ડેટા અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં કંઇ ખોટું હોય તો તેનું આધાર નંબર બંધ કરવામાં આવી શકે છે. પી.પી.ચૌધરીએ જણાવ્યુ હતું કે, UIDAIની ક્ષેત્રીય કચેરીઓને આધાર નંબર ડિએક્ટિવેટ કરવાનો અધિકાર છે.

5 વર્ષથી પહેલાના બાળકનું આધાર કાર્ડ બનાવ્યુ છે તો તેના 5 વર્ષ પૂરા થયા બાદ 2 વર્ષની અંદર બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનું હોય છે. જો નહી કરવા પર આધાર નંબર ડિએક્ટિવેટ અથવા તો કેન્સલ થઇ શકે છે.

UIDAIની વેબસાઇટના હોમપેજ પર આધાર સર્વિસ ટેબ પર જાઓ, અહીંયા તમારે ‘Verify Aadhaar Number’નો એક ઓપ્શન મળશે. જેના પર ક્લિક કર્યાં બાદ એક નવું પેજ ઓપન થશે. નવું પેજ પર પોતનું આધાર નંબર, કેપ્ચા દાખલ કરીને વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો ગ્રીન કલરનું સહી ચિહ્ન આવે તો તમારું આધાર કાર્ડ એક્ટિવ છે.

આ પણ વાંચો: જો તમારે તમારા Facebookના એકાઉન્ટને કાયમી માટે ડીલીટ કરી નાખવું હોય તો અહીં દર્શાવેલ સ્ટેપ્સને ફોલો કરો…

જો તમારું આધાર કાર્ડ ઇનએક્ટિવ થઇ ગયુ છે તો તમારે જરૂરૂ ડોક્યુમેન્ટ્સ લઇને નજીકની રજિસ્ટ્રેશન કચેરી જવાનું રહશે. જ્યાં તમારે આધાર અપડેટ ફોર્મ ભરવાનું રહેશે, જ્યારબાદ તમારું બાયોમેટ્રિક ડેટા અપડેટ થઇ જશે. આના માટે તમારે 25 રૂપિયા આપવાના રહેશે. આ પ્રક્રિયાને પુણ કરવા માટે એક મોબાઇલ નંબર આપવો પડશે.

કારણ કે આધાર અપડેટ કરવા માટે તમારે બાયોમેટ્રિક ડેટાના અપડેશનની જરૂરી પડશે, તેથી તમારે વ્યકિતગત રીતે આધાર કેન્દ્ર પર જવાનું રહશે. આ કામ તમે ઓનલાઇન અથવા પોસ્ટની દ્વારા નથી કરી શકો. એનરોલમેન્ટ સેન્ટર પર તમારા નવા બાયોમેટ્રિક્સને જૂના સાથે મેચ કરવામાં આવશે, જો બંન્ને મેચ થઇ જશે તો આધાર અપડેટ થઇ જશે. .

You might also like