હૈદરાબાદ હાઇકોર્ટના 9 જજ સસ્પેંડ, વિરોધમાં 200 જજ હડતાળ પર

હૈદરાબાદ: હૈદરાબાદ હાઇકોર્ટના 9 જજોને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. તેના વિરોધમાં તેલંગાણામાં કામ કરી રહેલા લગભગ 200 જ્જ 15 દિવસ સુધી હડતાળ પર જતા રહ્યાં છે. હાઇકોર્ટે મંગળવારે 7 જજોને શિસ્તભંગની કાર્યવાહી કરતાં સસ્પેંડ કરી દીધા છે. તો બે જજોને સોમવારે જ સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

સોમવારે કોર્ટે તેલંગાણા ન્યાયાધીશ એસોસિએશનના અધ્યક્ષ કે રવીન્દ્ર રેડ્ડી અને તેના સચિવ વી વરા પ્રસાદને સસ્પેંડ કર્યા હતા. રેડ્ડી ચતુર્થ વધારાની મેટ્રોપોલિટન સત્રના ન્યાયાધીશ છે જ્યારે પ્રસાદ રંગારેડ્ડી જિલ્લાના વિશેષ સત્રના ન્યાયાધીશ છે.


અખિલ ભારતીય ન્યાયિક કર્મચરી સંઘના મહાસચિવ બી લક્ષ્મા રેડ્ડીએ કહ્યું હતું કે ‘રાજ્યના ભાગલા બાદ હાઇકોર્ટની વહેંચણી ન કરવાની સમસ્યા અસલી કારણ છે. અમે પહેલાં જ એક જુલાઇના રોજ વિભિન્ન મુદ્દાઓ પર હડતાળ માટે નોટીસ જાહેર કરી છે.

આંધ્ર પ્રદેશ અને તેલંગણાના ન્યાયિક અધિકારીઓ વચ્ચે પ્રોવિજનલ એલોકેશનને લઇને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેલંગાણા જજીસ એસોશિએશનના 100થી વધુ જજ સોમવારથી પ્રદર્શન કરી રહ્યાં છે.

કેમ કરી રહ્યાં છે પ્રદર્શન
તેલંગાણાની કોર્ટમાં આંધ્ર મૂળના જજોની નિમણૂંકને લઇને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેના લીધે 120 જજોએ રાજીનામું પણ આપી દીધું. જજોની ફાળવણીની પ્રોવિજનલ યાદી પરત લેવામાં ન આવતાં વિરોધ થઇ રહ્યો છે.

You might also like