એરન લિમિટેડનો IPO ૨૮ ગણો છલકાયો

અમદાવાદ: અમદાવાદની એરન લિમિટેડના આઇપીઓમાં રોકાણકારોએ ભારે ઉત્સાહ દાખવતાં ૨૮ ગણો છલાયો છે. આઇપીઓનો સમયગાળો પૂરાે થતાં કંપની દ્વારા રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રખાયેલ હિસ્સો ૩૭ ગણો છલકાયો હતો, જ્યારે અન્ય કેટેગરીમાં આઇપીઓ ૨૨ ગણો છલકાયો હતો.

આ આઇપીઓની ૨૪ માર્ચના રોજ એનએસઇ-એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે. આઇપીઓ ૧૪ માર્ચના રોજ ખૂલ્યો હતો અને ૧૬ માર્ચના રોજ બંધ થયો હતો. આ આઇપીઓમાં રૂ. ૧૦ની કિંમતના ૩૩ લાખ ઇક્વિટી શેર દ્વારા રૂ. ૧૪.૮૫ કરોડ માટે બહાર પાડવામાં આવ્યા હતા. શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૪૫ નક્કી કરવામાં આવી હતી. એરન લિ.ના એમડી સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે આ આઇપીઓને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને રોકાણકારોએ અમને સન્માન બક્ષ્યું છે. આ ભરણું કંપનીના ગ્રોથ પ્લાનને મજબૂત કરશે. એરન લિ. આઇટી અને આઇટી એનેબલ્ડ સર્વિસના ઉદ્યોગમાં છે.

http://sambhaavnews.com/

You might also like