એરન લિમિટેડઃ ૩૫%નો વાર્ષિક ગ્રોથ

અમદાવાદ: એરન લિમિટેડની ૨૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ ગઇ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થયા પછી પ્રથમ વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે મળી હતી. કંપનીની સાધારણ સભામાં મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલે જણાવ્યું કે કંપનીએ સતત ૩૫ ટકાનો ગ્રોથ નોંધાવેલ છે.

કંપનીએ તેની સબસિડિયરી કંપની આઇએફએસસી, ગિફ્ટ સિટી-ગાંધીનગર તથા સિંગાપોરમાં પણ રજિસ્ટર કરાવેલ છે એટલું જ નહીં, કંપની આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ તેનો વ્યાપ વધારવા જઇ રહેલ છે. આગામી વર્ષોમાં કંપની પૂર્‍વ આફ્રિકા તથા યુકેમાં પણ તેનું નેટવર્ક વધારી રહેલ છે. કંપનીના મેનેજમેન્ટે શેરહોલ્ડરો અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની ખાતરી પણ આપેલ છે.

You might also like