સેનાના ટ્રાન્સફર રેકેટનો CBIએ કર્યો પર્દાફાશ, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની સંડોવણી

મુખ્યમથકમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની સંડોવણીવાળા ટ્રાન્સફર રેકેટનો પર્દાફાશ કરાયો છે. સીબીઆઈએ આ ટ્રાન્સફર રેકેટનો ખુલાસો કર્યો છે.

આ અધિકારીઓ લાંચ લઈને તેનાતીમાં હેરાફેરી કરી રહ્યાં હતાં. આ મામલામાં સીબીઆઈએ સેનાના મુખ્યમથકમાં તેનાત એક લેફ્ટિનેન્ટ કર્નલ વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. વધુ બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પર પણ આ ટ્રાન્સફર રેકેટમાં સામેલ હોવાનો આરોપ છે. સીબીઆઈની તપાસ હજી ચાલુ છે અને આમા ઘણાં મોટા અધિકારીઓની ધરપકડની પણ શકયતા છે. જો કે સીબીઆઈએ હાલ આ મામલામાં ખુલાસો કરવાનો ઈન્કાર કર્યો છે.

ટ્રાન્સફર રેકેટનો પર્દાફાશ
સેનાના ટ્રાન્સફર રેકેટનો કર્યો પર્દાફાશ
CBIએ ટ્રાન્સફર રેકેટનો ખુલાસો કર્યો
અધિકારીઓએ લાંચને લઈને તહેનાતીમાં હેરાફેરી કરી
CBIએ સેનાના મુખ્યમથકના એક લેફ્ટિનેન્ટ કર્નલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો
વધુ બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ ટ્રાન્સફર રેકેટમાં સામેલ
મોટા અધિકારીઓની ધરપકડની પણ શક્યતા

You might also like