કુપવાડામાં સ્થિની નિયંત્રણ માટે સૈનિકોનો ગોળીબાર : 4 ઘાયલ, 1નું મોત

શ્રીનગર : હંદવાડામાં યુવતી સાથે છેડખાની મુદ્દે વિરોધ અને હિંસાનું વાતાવરણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. આજ ખીણમાં તનાવપુર્ણ સ્થિતી નિયંત્રણમાં જ હતી દરમિયાન સાંજે લગભગ પાંચ વાગ્યે કુપવાડામાં સ્થાનીક લોકોનો વિરોધ હિંસક થઇ ગયું હતું. પરિસ્થિતી વણસતી જોઇને સેનાએ ફાયરિંગ કરવું પડ્યું હતું. એએનઆઇનાં અનુસાર સેનાની ફાયરિંગમાં ચાર લોકો જખ્મી થઇ ગયા હતા. કાશ્મીર ખીણમાં શુક્રવારે નમાજ એ જુમ્મા બાદ અલગતાવાદીઓ દ્વારા મોટા પ્રમાણમાં ભારત વિરોધી પ્રદર્શનની જાહેરાત કરાઇ હતી.

અલગતાવાદીઓની જાહેરાત જોતા શ્રીનગરનાં સાત વિસ્તારો જેવા કે હંદવાડા, કુપવાડા, લંગેટ તથા માગમમાં કોઇ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે નિષેધાજ્ઞાનું કડક પણે લાગુ કરવામાં આવી છે. ઓલ પાર્ટી હુર્રિયર કોન્ફરન્સનાં ચેરમેન મીરવાઇઝ મૌલવી ઉમર ફારૂકને નજરકેદમાંથી મુક્ત કરવાની તેનાં સમર્થકોનાં પ્રયાસને નિષ્ફળ બનાવી દેવાયો હતો. જો કે અગાઉ એવો દાવો કરાયો હતો કે તેનાં સમર્થકો પાછલા રસ્તેથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે હુર્રિયત સમર્થકોને તેનાં મકાનમાં દાખલ જ નહોતા થવા દેવાયા.

ત્યાર બાદ પોલીસે મિરવાઇઝ અંદર જ હોવાની વાતની પૃષ્ટી કરવામાં આવી હતી. હુર્રિયરો સમર્થકોએ કાશ્મીર યુનિવર્સિટીની બહાર એક રેલી પણ યોજી હતી. જેને મીરવાઇઝે ફોન પર સંબોધિત કર્યા હતા. કેટલાય વિસ્તારમાં રસ્તા પર સામાન્ય અવર જવર રોકવા માટે બેરીકેડ લગવી દેવાયા હતા. જેનાં કારણે સામાન્ય જનજીવન સંપુર્ણ પ્રભાવિત થયું હતું. જો કે અલગતાવાદી જુથોએ આજ બંધનું એલાન નથી કર્યુ પરંતુ અલગ અલગ વિસ્તારમાં શાસનિક પ્રતિબંધોની અસર સામાન્ય જનજીવન પર પડી હતી.

દુકાનો અને વ્યાપારિક સંસ્થાઓ બંધ રહી હતી. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધસૈનિક દળોનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. બીજી તરફ મીરવાઇઝ મૌલવી ઉમર ફારૂક અને સૈયદ અલી શાહ ગિલાની સહિત તમામ મુખ્ય અલગતાવાદી નેતાઓ આજે સતત ચાર દિવસથી નજરકેદ છે. બીજી તરફ ગૂરીવારે હંદવાડા, કુપવાડા અને શ્રીનગરનાં વિવિધ વિસ્તારોમાં કર્ફ્યુ અને કલમ 144 છતા તોફાની તત્વો દ્વારા ભડકાઉ નારેબાજી કરતા પ્રદર્શન કર્યું હતું અને સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો.

You might also like