સેનાના જવાનનો વધુ એક વીડિયો આવ્યો સામે, જાણો શું કહે છે તે..

કૌલ્હાપુરઃ સેનાના જવાનો પર મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદમાં સભ્યો દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીને લઇને એક જવાને વીડિયો બહાર પાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળના આર્મી રેજિમેન્ટમાં લાંસ હવલદારના પદ પર તૈનાત રણદીક હાવડે નામના જવાન હાલ રજા પર છે. તેમણે પોતાના ગામમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન બીજેપીનું સમર્થન પ્રાપ્ત નિર્દલીય એમએલસી પ્રશાંત પરિચારક દ્વારા કહેવામાં આવેલ વાધાજનક બાબત અંગે નારાજગી વ્યક્ત કરી છે.

પરિચારકે કહ્યું છે કે સીમા પર તૈનાત તમામ જવાન પિતા બન્યાના સમાચર પ્રાપ્ત કરીને મિઠાઇ વેંચ છે. જોકે તેઓ વર્ષ દરમ્યાન ઘરે નથી હોતા. પરિચારકનું આ રીતનું નિવેદન એક રીતે જવાનની પત્નીને બેવફા દર્શાવતું હતું. પરિચારકના આ રીતના નિવેદનને કારણે હોબાળો થયો હતો. ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભના સભાપતિ રામરાજે નિંબાલકરે પરિચારકને 18 મહિના માટે સસ્પેન્ડ કરવા સાથે 9 સભ્યોના પેનલની રચના કરી છે . જેમણે  તપાસ હાથ ધરી છે.

આ મામલે નારાજ એક જવાન ગાનડેએ કોઇ પણ રાજનેતા કે નોકરશાહીનું નામ લીધા વગર એક કવિતા લખી છે. સાથે જ પોતાના ગામમાં એક બેનર લગાવ્યું હતું, જેમાં એમએલસી પરિચારક સામે નારાજગી વ્યક્ત કરી છે. કવિતા અને બેનર બંને વીડિયોમાં જોવા મળી રહ્યાં છે.

 

http://sambhaavnews.com/

You might also like