12 લોકોનાં જીવ બચાવવા યુવકને જીપ આગળ બાધ્યો : ગોગોઇ

શ્રીનગર : ખીણમાં પથ્થરમારાને ઉકેલવા માટે સ્થાનીક કાશ્મીરી યુવકને આર્મીની જીપથી બાંધીને માનવઢાલની જેમ ઉપયોગ કરનારા રાષ્ટ્રીય રાઇફલ્સનાં મેજર નિતિન લીતુલ ગોગોઇએ ઘટના પર ચુપકીદી સાધી છે. ગોગોઇએ મંગળવારે મીડિયાની સામે આવી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. સાથે જ કહ્યું કે તેમનું આ પગલુ સ્થાનિક લોકોનાં જીવ બચાવવા માટે ઉઠાવ્યું હતું.

જો ખુબ જ હિંસક થઇ ચુકેલી ભીડ પર તેઓ ફાયરિંગ કરાવત તો ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નિપજ્યા હોત.નોંધનીય છે કે ગોગોઇ તે જ અધિકારી છે, જેને હાલમાં જ સેના પ્રમુખે આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે સન્માનિત કર્યા છે. સેનાએ સ્પષ્ટ કર્યું કે તેમનાં આ સન્માનથી જીપવાળી ઘટના કોઇ સંબંધ નથી પરંતુ આ મુદ્દે રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. ઘણી પાર્ટીઓએ મેજરને સન્માનિત કરવા અંગે તીખી પ્રતિક્રિયા આપી છે.

ગોગોઇએ જણાવ્યું કે આ ઘટના 9 એપ્રીલની છે. જ્યારે બડગામમાં પેટાચૂંટણી થઇ રહી હતી તે ચૂંટણીમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનીક પોલીસ અને અન્ય સિક્યોરિટી ફોર્સીઝને કોર્ડિનેટ કરી રહ્યા હતા. ગોગોઇએ જણઆવ્યું કે તેમણે સવારે 9.15 વાગ્યે સમાચાર મળ્યા કે ગુંડીપુરા પાસે કેટલાક પોલીંગ ઓફિસર્સ અને સુરક્ષાકર્મચારીઓ પોલિંગ સ્ટેશન અંદર ફસાઇ ગયા હતા. કારણ કે ટોળુ બહાર પથ્થરમારો કરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ક્વિક રિએક્શન ટીમ સાથે ઘટના પર પહોંચ્યા. રસ્તામાં તેમને ઘણા રોડ બ્લોક મળ્યા, જેને સાફ કરતા 30 મિનિટ બાદ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીંગ ઓફીસર સહિત તમામ લોકો સુરક્ષીત છે.

પથ્થરમારો કરનારા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ હતા, જે છાપરા પર ચડીને પત્થર ફેંકી રહ્યા હતા. મેજરે જણાવ્યું કે તે પોતાની ગાડીઓથી નિકળવામાં અસમર્થ હતા. તેઓ લાઉડસ્પીકર પર જાહેરાત કરી રહ્યા હતા કે તે બસ પોલિંગ ઓફીસરને લેવા માટે આવ્યા છે, પરંતુ કોઇ તેમની વાત સાંભળવા માટે તૈયાર નહોતા.

મેજરે પોતાનાથી 30 મીટર દુર એક વ્યક્તિ દેખાયો હતો, જે પથ્થરમારો કરીને ભીડને ભડકાવી રહ્યો હતો. ત્યાર બાદ ક્વિક રિસ્પોન્સ સાથીઓએ તેને પકડવા માટે કહ્યું. તે વ્યક્તિએ બાઇકથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પથ્થરમારાથી બચવા સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. પકડાયેલો વ્યક્તિને જીપ સાથે બાંધવામાં આવ્યો. ગોગોઇએ કહ્યું કે તે વ્યક્તિને લઇને તે પોલિંગ બુથ તરફ વધ્યા.બુથમાં સુરક્ષાકર્મીઓ ફસાયેલા હતા. જો કે ભીડ વધારે હિંસક બની રહી હતી. ભીડે તેમના પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો, જે ફાટ્યો નહી.

You might also like