મારા આદેશ બાદ બાબરી ધ્વંસની વીડિયોગ્રાફી કરાઇ : પવાર

નવી દિલ્હી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં નેતા અને સ્થાપક શરદ પવારે પોતાની આત્મકથામાં બાબરી મસ્જિદ અંગે સ્ફોટક નિવેદન કર્યું હતું. પવારે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, 6 ડિસેમ્બર, 1992નાં રોજ બાબરી મસ્જિદ તોડી પાડવાની આખી ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સેનાનાં ગુપ્તચર વિભાગને શરદ પવાર દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. શરદ પવાર તે સમયે સંરક્ષણ પ્રધાન હતા.
પવારે કહ્યું કે તેને જરા પણ અંદાજ નહોતો કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર સેવાનાં આહ્વાન બાદ શું થશે ? તેમણે તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને કડક વલણ અખત્યાર કરવા માટે કહ્યું હતું. જો કે રાવ બળ પ્રયોગ કરવાનહોતો ઇચ્છતા. પવારની હાલમાં જ પ્રકાશીત આત્મકથા ઓન માય ટર્મ્સ પુસ્તકમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પવારે પોતાની આત્મકથામાં લખ્યું કે મે સલાહ આપી હતી કે વિવાદિત સ્થળ પર સુરક્ષાનાં ભાગ રૂપે અગાઉથી જ લશ્કરી ટુકડીઓ મોકલી દેવી જોઇએ. પરંતુ રાવે આનો વિરોધ કર્યો હતો. જ્યારે મારી સલાહને ફગાવી દેવામાં આવી તો મે ગુપ્તચર વિભાગને છ ડિસેમ્બરનાં સંપુર્ણ ઘટનાક્રમનું વીડિયો સર્વેલન્સ કરવાનાં આદેશો આપ્યા હતા.
પવાર આગળ લખે છે કે આ વીડિયોમાં કાર સેવકો દ્વારાવિવાદિત બાબરીનાં ઢાંચાને તોડી પાડવાનાં અલગ અલગ હિસ્સાઓને ફિલ્માવવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા કાર સેવકોને ભડકાવવાનાં વીડિયો પણ ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનસીપી પ્રમુખ તે સમયે કોંગ્રેસમાં જ હતા. પવારે લખ્યું કે બાબરી પ્રકરણમાં નરસિમ્હારાવની નબળાઓ સામે આવી.
પવારે લખ્યું કે, નિશંક પણે તેઓનહોતા ઇચ્છતા કે વિવાદિત ઢાંચાને તોડી પાડવામાં આવે, પરંતુ તેઓએ આ ઘટનાને અટકાવવા માયે યોગ્ય પગના ન ભર્યા.તત્કાલીન ગૃહસચિવે રાવનો ઢાંચાને તોડ્યો તેનો વિસ્તૃત અહેવાલ પણ સોંપ્યો હતો. તે બેઠકમાં વડાપ્રધાન (નરસિમ્હારાવ) એવી રીતે બેઠા હતા જાણે ખુબ જ શોકમાં હોત. આ ઘટનાં બાદ તેઓ ભારે દુખી થયા હતા.

You might also like