જમ્મુ-કાશ્મીરઃ હંદવાડામાં સેનાએ બે આતંકીને ઠાર માર્યા, ઓપરેશન જારી

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકીઓનો ખાતમો કરી રહી છે. સેના તરફથી આતંકીઓને શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે. આજે પણ આ અંગેનું ઓપરેશન ચાલુ રહ્યું હતું અને આતંકીઓનો ખાતમો બોલાવાયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક ઈરાદાઓ રોકાવાનું નામ લેતા નથી. ભારતીય સુરક્ષા બળ સતત આતંકીઓને તેમની હરકતોની સજા આપવામાં વ્યસ્ત હોય છે. આજે સવારે જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના હંદવાડામાં આતંકીઓને સુરક્ષા બળોની વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

અથડામણ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટની સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ ઓપરેશનની આસપાસની જગ્યા પર સુરક્ષાને વધારી દેવામાં આવી હતી. આ આપરેશન સોમવારે શરૂ થયું હતું.

આ ઓપરેશનને ૩૦ નેશનલ રાઈફલ, ૯૨ બટાલિયન સીઆરપીએફએ સંયુક્ત અંજામ આપ્યો હતો. આ ઓપરેશન મોડી રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે શરૂ થયું હતું.

સોમવારે કૂપવાડા જિલ્લામાં એક બેન્કની સુરક્ષામાં તહેનાત એક પોલીસ કર્મીની લાશ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. પોલીસ લાશને કબજામાં લઈને ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ છે.

You might also like