ઉત્તરાખંડના ચમોલીમાં એરફોર્સનું Mi17 હેલીકોપ્ટર ક્રેશ

દહેરાદૂન: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બુધવારે ભારતીય વાયુ સેનાનું Mi17 હેલીકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. ક્રેશ થતાંની સાથે જ હેલીકોપ્ટરમાં આગ લાગી ગઇ. પરંતુ આ હેલીકોપ્ટરમાં સવાર લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે હેલીકોપ્ટર ચમોલી જિલ્લામાં માનાની નજીક ઘસટોલી હેલીપેડથી ઉડાણ ભરી રહ્યું હતું. ત્યારે જ આ ઘટના બની હતી. આ હેલીકોપ્ટરમાં એરફોર્સના 2 પાયલોટ, 2 ઓફિસર અને સૈનાના 2 જેસીઓ તથા 16 જવાન મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના બુધવારે સવારે આર્મીના અભ્યાસ દરમિયાન ચીનની બોર્ડર પાસે થયું.

આ ઘટનાની તપાસ કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલીકોપ્ટરનો ઉપયોગ કુમાઉં રેજીમેન્ટ કરવામાં આવતો હતો. સેના અને એરફોર્સ છેલ્લા એક સપ્તાહથી ચીન બોર્ડર પાસે અભ્યાસ કરી રહ્યા હતા અને આ ઘટના પણ એક નિયમિત અભ્યાસ દરમિયાન થયો.

You might also like