માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલ 4 આતંકવાદી ઠાર

શ્રીનગર : સીમા પર આતંકવાદીઓની ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવી છે. આતંકવાદીઓનાં મનસુબા પર પાણી ફેરવતા સેનાએ કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછિલ સેક્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. બાકી આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. બુધવારથી સેનાએ એક અધિકારીની તરફથી આ માહિતી આપવામાં આવી છે. આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે.

શ્રીનગરમાં સેનાનાં પ્રવક્તા રાજેશ કાલિયાએ જણાવ્યું કે ગત્ત રાત્રે લાઇન ઓફ કંટ્રોલ પર રહેલ જવાનોએ જોયુ કે આતંકવાદીઓનું એક જુથ માછિલ સેક્ટરમાં ઘુસણખોરીનાં પ્રયાસો કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે સેનાની કાર્યવાહી બાદ ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ ગાઢ જંગલોની આડ લઇને ભાગવાનાં પ્રયાસો કર્યા. આ દરમિયાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા જેની તપાસ અત્યાર સુધી થઇ શકી નથી.

કાલિયાએ જણાવ્યું કે આતંકવાદીઓ પાસેથી હથિયાર મળી આવ્યા છે. આ હથિયારોમાં ત્રણ એકે47 રાઇફલનો પણ સમાવેશ થાય છે. સાથે જ આતંકવાદીઓ પાસેથી જીપીએસ સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવી છે. બાકી આતંકવાદીઓની ધરપકડ માટે સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. સેનાનાં પ્રવક્તાએ પણ જણાવ્યું કે આર્મીને આ દરમિયાન કોઇ નુકસાન ન ઉઠાવવું પડ્યું.

ઉલ્લેખનીય છેકે અગાઉ 26 મેએ ઉડી સેક્ટરમાં હૂમલો કરવા માટે ઘૂસણખોરીનાં પ્રયાસો કરી રહેલા પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT)નાં બે આતંકવાદીઓને પણ સેનાએ ઠાર કર્યા હતા.

You might also like