હવે સૈનિકો ‘ફાયર પ્રૂફ’ ટેન્ટમાં રહેશે

કાનપુર: રક્ષા મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સપ્ટેમ્બર-૨૦૧૬માં થયેલા આતંકી હુમલા પરથી એક મોટો સબક લીધો છે ત્યારે સેનાના કેમ્પમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શસ્ત્ર નિર્માણ બોર્ડને ‘ફાયર રેજિસ્ટ ફેિબ્રક’ ટેકનિકથી ટેન્ટનું ઉત્પાદન કરવાના આદેશ અપાયા છે. આ માટેનું રિસર્ચ પણ પૂરું થઈ ચૂક્યું છે. વિશેષ ટેન્ટના ઉત્પાદનની તૈયારી મોટા પ્રમાણમાં ચાલી રહી છે.

ટેન્ટને આગ અડી પણ નહીં શકે
ઓઈએફના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે નવી ટેકનિક પરનું સંશોધન પૂર્ણ કરી દીધું છે. ત્યાર બાદ ટેન્ટ ઉત્પાદનની દિશામાં આગળ વધશે. આ ટેકનિકથી બનેલા ટેન્ટમાં આગ નહીં લાગી શકે. ઓઈએફના ડિરેક્ટર ડી. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે આરએન્ડડી વિંગનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. ખૂબ જ જલદી અમે તેનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છે. તેના કારણે સેનાને આગથી બચાવવાની દિશામાં કામ થઈ શકશે. શસ્ત્ર નિર્માણ બોર્ડે સેનાને ‌‌િહટર સ્પેસ ઓઈલ બર્નિંગ (અંગીઠી) સોંપી છે. અર્ધસૈનિક દળોને પણ ખૂબ જ જલદી ૧,૦૦૦ અંગીઠી આપવામાં આવશે. આ કામ માર્ચ-૨૦૧૭ સુધી પૂરું કરી દેવાશે.

વોટરપ્રૂફ બેગ કિટ
ઓઈએફ દ્વારા તૈયાર વોટરપ્રૂફ બેગ કિટ માર્ક-૨નું ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે. સેના તેનું પરીક્ષણ કરી રહી છે કે આ તેના માટે ફિટ છે કે નહીં, ઉલ્લેખનીય છે કે સેનાને વોટરપ્રૂફ બેગ કિટ પસંદ પડી છે.

શસ્ત્ર નિર્માણ બોર્ડને ગુપ્ત રિપોર્ટ
ઉરી હુમલા બાદ રક્ષા મંત્રાલયે શસ્ત્ર નિર્માણ બોર્ડને ગુપ્ત રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે શહીદ થયેલા ૧૮ સૈનિકોમાં મોટા ભાગની શહીદી આતંકીઓની ગોળીઓના કારણે નહીં, પરંતુ ટેન્ટમાં આગ લાગવાથી થઈ હતી. આ રિપોર્ટના આધારે શસ્ત્ર નિર્માણ બોર્ડે ઓઈએફ કાનપુરને ફાયર રેજિસ્ટ ફેબ્રિક્સમાંથી ટેન્ટનું ઉત્પાદન કરવાના આદેશ આપ્યા છે.

You might also like