અમરનાથ પર મોટા હૂમલાની ફિરાકમાં રહેલા 2 આતંકવાદીઓને લશ્કરે ઘેર્યા

કાશ્મીર : જમ્મુ કાશ્મીરનાં કાકાપોરામાં બે લશ્કર આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનાં સમાચરો મળી રહ્યા છે. ત્યાર બાદ પુલવામાં કાકાપોરા ગામને સુરક્ષા દળે ઘેરી લીધું છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેના આતંકવાદી હૂમલાનો મૂંહતોડ જવાબ આપી રહી છે. જો કે આ ઘર્ષણમાં સૈન્યનાં એક મેજર ઘાયલ થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓએ અમરાથ યાત્રા દરમિયાન હાઇવે પર હૂમલાનું કાવત્રુ રચ્યું છે. જેનાં કારણે નિયંત્રણ રેખા તથા સીમા પર ચોક્કસી વધારી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સીમા પર બારીક નજર રાખવામાં આવી રહી છે. જેથી આતંકવાદીઓ અહીં ઘૂસણખોરી કરીને હાઇવે સુધી ન પહોંચી શકે. ગુપ્ત માહિતી પરથી જાણવા મળે છે કે અમરનાથ યાત્રાનાં સૂચારૂ સંચાલનનાં કારણે ગિન્નાયેલા આતંકવાદીઓ મોટા હૂમલાનું આયોજન કરી રહ્યા છે.

You might also like