અાર્મી ચીફ સાથે વોટ્સઅેપ પર વાત કરી શકશે સેનાના જવાનો

નવી દિલ્હી: સેનાના જવાનો તરફથી વારંવાર થઈ રહેલી ફરિયાદનોનો વીડિયો સામે અાવ્યા બાદ અાર્મી ચીફ જનરલ બિપિન રાવતે એક વોટ્સઅેપ નંબર જારી કર્યો છે. અા નંબરના માધ્યમથી સીધો સેના પ્રમુખનો સંપર્ક થઈ શકશે. સેનાઅે ૯૬૪૩૩૦૦૦૦૮ નંબર જારી કર્યો છે. અા નંબર પર વોટ્સઅેપના માધ્યમથી સેના પ્રમુખ સાથે સીધા જોડાઈ શકાય છે. સેનાના સૂત્રોઅે તેની જાણકારી અાપતા કહ્યું કે જવાનોની વચ્ચે તેનો પ્રચાર-પ્રસાર કરાશે.

અર્ધ સૈનિક દળોમાં વીડિયો દ્વારા ફરિયાદો સામે અાવ્યા બાદ સેનામાં પણ ત્રણ વીડિયો સામે અાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અાર્મી ડે પર પોતાના સંબંધોનમાં જનરલ રાવતે કહ્યું હતું કે અમારા કેટલાક સાથીઅો પોતાની સમસ્યા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેના કારણે અમારા વીર જવાનોનાં મનોબળ પર અસર પડે છે. જો તમારી કોઈ સમસ્યા હોય તો અા માટે સેનામાં રહેલી સિસ્ટમનો ઉપયોગ કરો. તમે સીધો મારો સંપર્ક કરી શકો છો.
http://sambhaavnews.com/

You might also like