ગોળીબાર ના બંધ થયો તો પછી સર્જિકલ સ્ટ્રાઇક: આર્મી ચીફ

નવી દિલ્હી: નવા સૈન્ય વડા બિપીન ચંદ્ર રાવતે સૈના પ્રમુખ બન્યા બાદ શુક્રવારે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી. એમાં તેમણે અંસતુષ્ટ જવાનના વિડીયો, પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન, ઇસ્ટર્ન આર્મી કમાન્ડના પ્રમુખની સાથે મતભેદ સહિતનાવિવિધ મુદાઓ પર વાતચીત કરી, તેમણે કહ્યું કે અસંતુષ્ટ જવાનો પોતાની ફરીયાદો લઇને સોશિયલ મિડીયા પર જવાની જરૂર નથી. તેમની સમસ્યાઓ સાંભળવા માટે સારી વ્યવસ્થા બનાવવામાં આવશે.

પાડોશી દેશો તરફથી ગણી વખત સિઝફાયરનું ઉલ્લંઘનની બાબતે આર્મી ચીફે કહ્યું, ‘હાલમાં સિઝપાયર ઉલ્લંઘન બાબતે કમી આવી છે. પરંતુ જો એવું ના થયું તો સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલા ભરવા પડશે.’ રસ્તો ભૂલીને એલઓસીની બીજી બાજુ પહોંચેલા ભારતીય જવાને છોડાવવા બાબતે આર્મી ચીફે કહ્યું તે પાકિસ્તાને કહ્યું કે જવાન એમની પાસે છે. આર્મી ચીફના જણાવ્યા અનુસાર, જવાનોને પાછા લાવવામાં એક પ્રક્રિયા હોય છે અને એનું પાલન કરવામાં આવશે. આર્મી ચીફે એવું પણ કહ્યું કે પાકિસ્તાનની પ્રોક્સી વારના કારણે ભારતના ધંધાને નુકસાન પહોંચી રહ્યું છે.

મીડિયા રોલના વખાણ કરતાં કહ્યું કે મીડિયા લોકોને દેશ અને સેના માટે સૂચનાઓ આપવાનું કામ કરે છે. મીડિયાની પારદર્શિતા હંમેશા સૈન્ય બળોની સહયોગી બનાવે છે. એવી ઘણી ક્ષણો આવે છે જ્યારે મીડિયા અને મિલિટરીની વચ્ચે સહમતિ બને છે તો કેટલીક જગ્યાએ અસહમતિ હોય છે.

ટેકનીક ક્રાંતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારતીય સૈનાને નવા પડકારોને નિપટવા માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. હથિયારોથી લઇને દરેક ફીલ્ડમાં સારી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જવાનોના વિડીયો બાબતે આર્મી ચીફએ કહ્યું કે જવાનોની સમસ્યાનું સમાધાન આંતરિક રૂપથી નહીં થાય તો એ ઇચ્છે એ માધ્યમથી ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયા પર એમણે કહ્યું બે ધાર વાળી તલવાર છે. એના સકારાત્મક અને નકારાત્મક બંને પહેલૂઓ છે.

You might also like