19 દિવસ પછી રિટાયર્ડ થાય છે જનરલ દલવીર સિંહ, નવા પ્રમુખ પર સસ્પેન્સ

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ દલવીર સિંહ 19 દિવસ બાદ  રિટાયર્ડ થઇ રહ્યાં છે. ત્યારે તેમના ઉત્તરાધિકારી અંગે હજી સુધી કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય રીતે આ પ્રક્રિયા 60 દિવસ પહેલાં પૂરી કરવામાં આવે છે. જનરલ દલવીર સિંહની નિમણુક અંગેની જાહેરાત જનરલ વિક્રમ સિંહના રિયાટરમેન્ટના 80 દિવસ પહેલાં કરવામાં આવી હતી. જનરલ વિક્રમ સિંહના સેના પ્રમુખ બનવાની જાહેરાત માર્ચ 2012માં કરવામાં આવી હતી. જ્યારે તેમણે કાર્યભાર 1 જૂન 2012ના રોજ ગ્રહણ કર્યો હતો. જ્યારે જનરલ વી.કે. સિંહના નામની જાહેરાત 2010માં જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. જ્યારે એપ્રિલમાં તેમણે કર્યભાર સંભાળ્યો હતો.

રક્ષામંત્રી મનોહર પર્રિકરે સાર્વજનિક રીતે જણાવ્યું છે કે નવા સેના પ્રમુખની નિમણુક અંગેની ફાઇલ પ્રધાનમંત્રી માસે છે. કેબિનેટની એપોઇનમેન્ટ કમિટીની મહોર લાગ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓપચારિક રીતે મંજૂરી આપવામાં આવશે. મળતી માહિતી મુજબ રક્ષાવિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે સેના પ્રમુખની નિમણૂકનો મુદ્દે સર્વજનિક ચર્ચાનો મુદ્દો નથી. અગ્રગણ્યતાની રીતે કોલકત્તા હેડક્વાર્ટર ઇન્ટર્ન કમાન્ડ હેડ કરી રહેલા લેફ્ટેનેન્ડ જનરલ બક્શીને જનરલ દલવીર સિંહ બાદ સેના પ્રમુખ બનાવવા જોઇએ. જોકે તેમના નામની કોઇ જ સત્તાવાર જાહેરાત હજી સુધી થઇ નથી.

home

You might also like