વી.કે સિંહે ખોટી રીતે મારૂ પ્રમોશ અટકાવ્યું હતું : આર્મી ચીફ

નવી દિલ્હી : ભારતીય પાયદળના પ્રમુખ દલબીરસિંહ સુહાગે સુપ્રીમ કોર્ટમાં એક શપથ પત્ર દાખલ કરીને પુર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી વી.કેસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુહાગનો આરોપ છે કે વી.કે સિંહે ખોટી રીતે અને ખોટા ઇરાદે તેનું પ્રમોશન અટકાવ્યું હતું. એક અગ્રેજી સમાચાર પત્રનાં સમાચાર અનુસાર દલબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં પોતાનું શપથપત્ર દાખલ કર્યું છે.

સુંહાગે જણાવ્યું કે 2012માં મને ત્યારનાં સેના પ્રમુખ જનરલ વી.કે સિંહે રહસ્યમયી યોજના, ખરાબ મંશા અને દંડઆપવાનાં ઇરાદાથી નિશાન બનાવ્યો હોત. આનો એક માત્ર ઉદ્દેશ્ય આર્મી કમાન્ડર સ્વરૂપે મારૂ પ્રમોશન અટકાવવાનું હતું. આ પહેલો પ્રસંગ છે જ્યારે સેવારત્ત સેા પ્રમુખે પોતાનાં અગાઉનાં અધિકારી વિરુદ્ધ નિવેદન આપ્યું હોય.

સુહાગે કહ્યું કે 2012માં તત્કાલીન ચીફ ઓફ આર્મિ સ્ટાફ જનરલ વી.કે સિંહનો હું પીડિત રહ્યો છું. તેમનો ઇરાદો આર્મી કમાન્ડરની નિયુક્તિમાં મારા પ્રમોશનને અટકાવવાનો હતો. 19 મે 2012એ મને મોકલાયેલ કારણ દર્શક નોટિસમાં મારી વિરુદ્ધ ખોટા, આધારહીન અને મનઘડંત આરોપો લગાવાયા હતા અનેમારા પર અયોગ્ય ડિસિપ્લિન અને વિજિલન્સ પ્રતિબંધ લગાવાયો હતો.

સુહાગે આ હલફનામું તે અરજીનાં જવાબમાં દાખલ કર્યું છે જેમાં રિટાયર્ડ જનરલ રવિ દસ્તાનેએ વિક્રમસિંહ બાદ દલબીર સિંહને સેના પ્રમુખ બનાવવામાં પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દલબીર સુહાગનાં નેતૃત્વવાળું એક યુનિટ પર એવો આરોપ લાગ્યો હતો કે એપ્રીલથી મે 2012 વચ્ચે પૂર્વોત્તર વિસ્તારમાં હત્યાઓ અને લૂંટફાટ કરી હતી. જો કે જવાનોને કંટ્રોલ નહી કરી શકવાનાં આરોપમાં સેનાપ્રમુખ વી.કે સિંહે સુહાગની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. તેનાં પ્રમોશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ વિવાદ ત્યારથી ચાલી રહ્યો છે.

You might also like