આર્મી ચીફ બિપિન રાવતને મળી ધમકી, રેફરેંડમ 20-20થી દૂર રહેવાની ભલામણ

જનરલ બિપિન રાવતનાં પંજાબમાં માહોલ બગાડનારા નિવેદન પર ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ શિખ ફોર જસ્ટિસે મોટી ધમકી આપી છે. ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ “સિખ ફોર જસ્ટિસ”એ જનરલ રાવતને રેફરેંડમ 20-20થી દૂર રહેવાની ભલામણ આપતા કહ્યું કે, જો રેફરેંડમ 20-20ને દબાવવાની કોશિશ કરવામાં આવી તો “સિખ ફોર જસ્ટિસ” બિપિન રાવત વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમાં લીગલ રસ્તો પણ લઇ શકે છે.

રાવતે શું કહ્યું હતું પોતાનાં નિવેદનમાં:
તમને જણાવી દઇએ કે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, પંજાબમાં ઉગ્રવાદે પુનર્જીવિત કરવા માટે “બહારનાં સંબંધો”નાં માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહેલ છે. જો જલ્દીથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખૂબ મોડું થઇ જશે.

ત્યાં બીજી બાજુ ભારતમાં આંતરિક સુરક્ષાની બદલાતી રૂપરેખા, રૂઝાન અને પ્રતિક્રિયાઓ વિષય પર આયોજિત એક સેમિનારમાં સેનાનાં વરિષ્ઠ અધિકારીઓ, રક્ષા વિશેષજ્ઞો, સરકારનાં પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસને સંબોધિત કરી રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જનરલ બિપિન રાવતે કહ્યું કે, અસમમાં વિદ્રોહને પુનર્જીવિત કરવા માટે બહારનાં સંબંધો અને બહારનાં ઉત્તેજિત માધ્યમથી ફરીથી પ્રયાસ કરવામાં આવી રહેલ છે. તેઓએ કહ્યું કે, પંજાબ શાંતિપૂર્ણ રહ્યું છે. પરંતુ આ બહારનાં સંબંધોને કારણ રાજ્યમાં ઉગ્રવાદને ફરીથી પેદા કરવાનાં પ્રયાસ કરવામાં આવી રહેલ છે. આપણે ખૂબ સાવધાન રહેવું પડશે.

You might also like