સેના પ્રમુખનો વૉર પ્લાન, સ્વદેશી હથિયારથી લડવાની છે તૈયારી

સેના પ્રમુખ બિપિન રાવતે આજે સવારે એક મોટું નિવેદન આપ્યું છે. બિપિન રાવતે કહ્યું કે ભારતે હવે સ્વદેશી હથિયારથી યુધ્ધ લડવા તૈયાર રહેવું પડશે. નવી દિલ્હી ખાતે યોજાયેલા આર્મી ટેકનોલોજી સેમિનારમાં સેના પ્રમુખ બિપિન રાવતે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે કે આપણે સ્વદેશી હથિયારથી આગળ વધવું જોઇએ.

બિપિન રાવતે કહ્યું કે અમારે વજનમાં હલ્કા એવા બુલેટ પ્રુફ હથિયાર અને ઇંધન સેલ ટેકનિકની જરૂરિયાત છે. અમને આશા છે કે અમને ઇન્ડસ્ટ્રીનો સાથ મળશે તો અમે આ રસ્તે આગળ વધીશું.

ઉલ્લેખનીય છે કે મેડ ઇન ઇન્ડિયા હેઠલ સતત દેશમાં હથિયાર બનવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં એવી ડીલ કરવામાં આવી છે, જે દેશમાં જ હથિયાર બનાવવાનું કામ કરશે.

આ અગાઉ પણ આર્મી ચીફ આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે નિવેદન આપી ચુક્યાં છે. હાલમાં જ કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરમાં દિનેશશર્માની નિયુક્તિ પર જણાવ્યું હતું કે તેમને થોડો સમય આપવો જોઇએ, પરંતુ આર્મી ઓપરેશન પર તેની કોઇ અસર જોવા મળશે નહીં. બિપિન રાવતે કહ્યું કે છેલ્લા થોડા સમયમાં ઘાટીમાં શાંતિ સ્થપાઇ છે તેમજ ઘુસણખોરી ઓછી થઇ છે.

You might also like