પંજાબની નાભા જેલ પર હુમલો, 1 આતંકવાદી સહિત 6 કેદી ફરાર

નાભા: પંજાબમાં નાભા જેલમાંથી કેદીઓને ભગાવીને લઇ જનારો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 10 હથિયારબંદ અપરાધીઓએ જેલ પર હુમલો કરીને ખલિસ્તાન લિબરેશન ફોર્સનો 1 આતંકી સહિત 6 કેદીઓને લઇને ફરાર થઇ ગયા. ફરાર આતંકીનું નામ હરમિંદર સિંહ મિંટૂ છે. મળતી માહિતી અનુસાર રવિવારે સવારે પોલીસની વર્દીમાં આવેલા હથિયારબંદ અપરાધીઓએ નાભા જેલમાં આશરે 100 રાઉન્ડ ગોળીબાર કર્યો. અપરાધીઓએ સવારે આશરે 10 વાગ્યે જેલ પર હુમલો કર્યો.

હરમિંદરને IGI એરપોર્ટ પરથી 2014માં પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. મિંટૂ 2008માં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને હલવાડા એરફોર્સ સ્ટેશન પર હુમલા સહિત કેટલીક આતંકી ઘટનાઓમાં તેનો ભાગ રહેલો છે. પંજાબ પોલીસ અનુસાર હરમિંદર 2010માં યૂરોપ પણ જઇ ચૂક્યો છે. 2013માં તેણે પાકિસ્તાન છોડ્યું હતું. યબરોપ યાત્રામાં ઇટલી, બેલ્જિયમ, જર્મની અને ફ્રાંસની યાત્રા કરી હતી. ખલિસ્તાન લિબરેશન ફઓર્સ ફંડ એક્ઠું કરવામાં ઇન્ટરનેટનો ઉપયાગમાં આગળ રહ્યું છે.


આતંકી હરમિંદર સાથે કુ્ખ્યાત ગેગંસ્ટર વિકી ગોડર પણ ફરાર થયો છે. ગોંડર પર 2015માં એક ગેંગસ્ટર સુક્ખા ખાલોનની હત્યાનો આરોપ છે. રાજ્યના ડીજીપી એસએસ ઢિલ્લને જેલ બ્રેકની પુષ્ટિ કરી છે. પોલીસે આખઆ વિસ્તારને ઘેરી લીધો છે અને ફરાર અપરાધીઓની શોધખોળ ચાલુ છે. જેલ બ્રેકની ઘટના બાદ આખા પંેજાબમાં હાઇ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે.

You might also like