અમેરિકાના ઓરેગન સ્ટેટમાં એફબીઆઈ આર્મ્ડ ગ્રૂપ વચ્ચે અથડામણઃ એકનું મોત

સાલેમ: અમેરિકાની ઓરેગન સ્ટેટમાં આર્મ્ડ ગ્રૂપના સભ્યો અને એફબીઆઈ વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજા પહોંચી હતી. હાઈ વે પરના આ શૂટઆઉટમાં સામેલ આર્મ્ડ ગ્રૂપે નેશનલ વાઈલ્ડ લાઈફ રેફ્યુજનો કબજો કર્યો છે.

આ અંગે અહેવાલ મળે છે કે આરોપીની ધરપકડ કરતી વખતે થયેલા ગોળીબારમાં એકનું મોત થયું છે. ગઈ કાલે અમ્મોન બાઉન્ડી અને અન્ય આઠ લોકો એક મિટિંગમાં જઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસે તેમને અટકાવ્યા હતા. બાદમાં ફાયરિંગ થયું હતું. છેલ્લાં ત્રણ સપ્તાહથી સરકારી જમીન પર કબજો જમાવી રાખનારા અમ્મોન બાઉન્ડીની ધરપકડ કરવામાં આવી છે.

સેન ડીએગોની મિલીટરી હોસ્પિટલમાં બંદૂકધારીની ઘૂસણખોરી
અમેરિકાના સેન ડીઅેગોની મિલીટરી હોસ્પિટલમાં અેક શકમંદ બંદૂકધારી ઘૂસી ગયો છે. કેલિફોર્નિયાના સુરક્ષા અધિકારીઓઅે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. અેક સત્તાવાર ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અેક શકમંદ બંદૂકધારી નેવલ મેડિકલ સેન્ટર સેન ડીઅેગોની બિલ્ડિંગ-૨૫માં જોવા મળ્યો હતો. તમામને છુપાઈ જવા-ભાગવા અથવા લડવાની સલાહ આપવામાં આવે છે.

આ કેસમાં સેન ડીઅેગોના નેવી બેઝે પણ ગોળીબારની આશંકા વ્યકત કરતાં ઓનલાઈન પોસ્ટ કર્યું છે. નેવી બેઝે લખ્યું છે કે લોકો તાત્કાલિક સુર‌િક્ષત જગ્યાઅે છુપાઈ જાય અને દરવાજા પર બે‌િરકેડ લગાવી રાખે તેમજ ૯૧૧ પર સંપર્ક કરે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસે બિલ્ડિંગ નંબર-૨૬ બહાર હોસ્પિટલના ત્રીજા માળે ગોળીબાર થયાની વાતને સમર્થન આપ્યું છે.

You might also like