અમેરિકા અરકંકાસનાં નાઇટ ક્લબમાં ફાયરિંગ : 17 લોકો ઘાયલ

વોશિંગ્ટન : અમેરિકાનાં અરકંસાસ રાજ્યની એક નાઇટ ક્લબમાં ગોળીબારનાં સમાચારો આવી રહ્યા છે. આ ઘટનામાં 17 લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર રાજ્યનાં લિટલ રોક શહેરનાં એક કોન્સર્ટ દરમિયાન વિવાદ થયા બાદ એક બંધુકધારીએ ગોળીબાર કરવાનું ચાલુ કરી દીધું હતું.

પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. પોલીસનાં અનુસાર ઘટના શનિવાર રાત્રે લગભગ અઢી વાગ્યે થઇ હતી. શંકાસ્પદ લોકો અંગે કોઇ માહિતી મળી શકી નથી પરંતુ પોલીસનું કહેવું છે કે સ્થિતી કોઇઆતંકવાદી કે સક્રિય શૂટર સાથે જોડાયેલી હોય તેવું નથી લાગી રહ્યું.

You might also like