મકાલૂની ટોચે પહોંચ્યા બાદ ત્રિરંગો લહેરાવી અર્જુને રચ્યો ઇતિહાસ

નોએડા : આંતરરાષ્ટ્રીય પર્વતારોહક અર્જુન વાજપેયી (22)એ નવો ઇતિહાસ રચી દીધો છે. તેણે દુનિયાની 5મી સૌથી ઉંચી ટોચ મકાલુ પર ફતેહ પ્રાપ્ત કરી છે. અત્રે નોંધનીય છે કે અર્જુન મકાલુની ટોચ પહોંચનાર સૌથી યુવાન પર્વતારોહક છે. તેની સાથે આઠ વિદેસી પર્વતારોહકો પણ અભિયાનમાં હતા. ત્યારે પિતા કેપ્ટન એસ.કે વાજયેપીનું કહેવું છે કે અમારા માટે આ ખુબ જ ગર્વની બાબત છે. અર્જુને અંતે ચોથા પ્રયાસે પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે. અમને તેનાં આ વિશેષ કાર્ય પર ગર્વ છે.

દેશ દુનિયામાં પોતાની સિદ્ધીઓથી પ્રખ્યાત થયેલ અર્જુને પોતાનાં ચોથા પ્રયાસમાં જ સફળતા પ્રાપ્ત કરી લીધી હતી. અર્જુનની આ સફળતા બાદ તેનાં પરિવાર તથા મિત્રોએ એક બીજાને મીઠાઇ ખવડાવીને શુભકામનાઓ પાઠવી હતી. અર્જુન વાજપેયીએ સવારે 9.30 વાગ્યે ટોચ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો. રવિવારે રાત્રે લગભગ 900 મીટરની ચડાઇ શરૂ કરી હતી. અર્જુનને પરત ફરતા લગભગ અઠવાડીયા જેટલો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અર્જુન વિશ્વની સૌથી ઉંચા પહાડ માઉન્ટ એવરેસ્ટ સર કરી ચુક્યો છે. વિશ્વની ચોથો સૌથી ઉંચો પહાડ લ્હોત્સે તથા આઠમો સૌથી ઉંચો પહાડ મનાસલુ પર ફતેહ કરી ચુક્યા છે. અર્જુન ત્રણ પહાડો પર સૌથી ઓછી ઉંમરમાં ફતેહ કરનાર પર્વતારોહક બન્યો છે. અર્જુનનાં પિતા સેવાનિવૃત કેપ્ટન એસ.કે વાજપેયીનાં અનુસાર મકાલુની ટોચ પર પહોંચ્યા બાદ અર્જુને ચારેબાજુ ચક્કર લગાવ્યા હતા અને ત્રિરંગો ફરકાવ્યો હતો.

સતર્કતા અને સુરક્ષાનાં કારણે અર્જુનને આ વખતે જીપીએસ સાથે મોકલવામાં આવ્યો હતો. તે ટોચ પર પહોંચ્યાની પૃષ્ટી થઇ ચુકી છે. અર્જુનનાં ફેસબુક સ્ટેટસ અનુસાર અર્જુને આ વખતે પહાડો પર યોગા પણ કર્યા. એટલું જ નહી અર્જુને પોતાનાં વિદેશી પર્વતારોહકોને પણ તેનાં માટે પ્રેરિત કર્યા. અર્જુનનાં પિતાનાં અનુસાર યોગનો શક્ય તેટલો વધારે પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે.

You might also like