એશિયા કપઃ ભારતીય અંડર-19 ટીમમાંથી અર્જુન તેંડુલકરની બાદબાકી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની જુનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશના ઢાકામાં ૨૯ સપ્ટેમ્બરથી રમાનારા અંડર-૧૯ એશિયા કપ માટે ૧૫ સભ્યની ટીમની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ માટે પવન શાહને ટીમનાે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમમાં અનુજ રાવત અને સિમરનસિંહના રૂપમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ દિગ્ગજ ક્રિકેટર સચીન તેંડુલકરના પુત્ર અર્જુનનો ટીમમાં સમાવેશ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા પ્રવાસમાં ભારતની અંડર-૧૯માં અર્જુન ટેસ્ટ ટીમનો હિસ્સો હતો.

પસંદગીકારોએ એશિયા કપ સિવાય લખનૌમાં ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થતી ચાર દેશોની વન-ડે શ્રેણી માટે પણ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમની પસંદગી કરી છે. અર્જુન તેંડુલકર ચાર દેશોની શ્રેણીમાં પણ ટીમમાં સ્થાન મેળવવા નિષ્ફળ
રહ્યો છે.

ભારતની અંડર-૧૯ ટીમઃ પવન શાહ (સુકાની), દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, યશ રાઠોડ, આયુષ બદોની, નેહાલ વધેડા, પ્રબ સિમરનસિંહ, સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યાગી, અજય દેવ ગૌડ, યાતિન માંગવાની, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી.

You might also like