જ્યારે લંડનમાં છ ફૂટ ઊંચા અર્જુન તેંડુલકરે નેટ પ્રેક્ટિસ કરી

લંડનઃ ક્રિકેટનાે ભગવાન સચીન તેંડુલકર જ્યારે નેટ સેશનમાં તૈયાર થઈને બેસતો હતો ત્યારે બધાંની નજર તેના પર ટકેલી રહેતી, પરંતુ ગઈ કાલે ફરીથી એક યુવા અને ઊંચા તેંડુલકરે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એ બીજું કોઈ નહીં, પરંતુ મહાન બેટ્સમેન સચીનનો પુત્ર અર્જુન તેંડુલકર હતો. મીડિયાનું એક ગ્રૂપ દ. આફ્રિકાના પ્રેક્ટિસ સેશન દરમિયાન લોર્ડ્સના મેદાન પર પહોંચ્યું હતું. અહીં ચેમ્પિયન્સ ટ્રોફીની કોઈ મેચ રમાવાની નથી તેથી ચાહકો માટે ક્રિકેટના મક્કા કહેવાતા આ મેદાનની મુલાકાત લેવાની સોનેરી તક હતી. છ ફૂટથી વધુ ઊંચો અર્જુન એમસીસીમાં પ્રેક્ટિસ માટે આવ્યો. પાછલાં કેટલાંક વર્ષથી અર્જુન અહીં ઉનાળામાં પ્રેક્ટિસ માટે આવે છે. એમસીસીમાં પત્રકારોએ જેવો અર્જુનને જોયો કે તરત તેની તસવીર ખેંચવા લાગ્યા. અર્જુન ત્યાર બાદ નેટ્સ તરફ ચાલ્યો ગયો, જ્યાં કોચ સાથે વાત કરીને તેણે સ્પિનર્સ સામે બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી.
http://sambhaavnews.com/

You might also like