પત્ની મહેર સાથે નથી રહેતો અર્જુન કપૂર, થઈ શકે છે Divorce!

અર્જુન રામપાલ અને તેમની પત્ની મેહર જેસીયાના સંબંધો અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝેન ખાનને આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર ગણવામાં આવે છે. તાજેતરની રિપોર્ટ અનુસાર, અર્જુન અને મેહર એક સાથે નથી રહેતા.

સમાચાર મુજબ, અર્જુને પોતાનું ઘર છોડી દીધું છે અને હવે તે એકલો રહે છે. છેલ્લા એક વર્ષથી આ બંનેના છૂટાછેડા અંગે ઘણાં સમાચાર સાંભળવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે સુઝેન, અર્જુન અને મેહર ખૂબ સારા મિત્રો રહી ચુક્યા છે પણ હવે એવું કહેવાય છે કે સુઝેન અને અર્જુનના વચ્ચેના સંબંધમાં વધારો થયો છે, જેના લીધે અર્જુન અને મેહર વચ્ચેના સંબંધ ખાટા થયા હતા. કેટલાક અહેવાલો હૃતિક અને સુઝેનના છૂટાછેડા માટેના સમાન કારણ દર્શાવામાં આવ્યું હતું.

એક અહેવાલ મુજબ, અર્જુન અને મેહરે તેમના સંબંધને બીજી તક આપવાનો પ્રયાસ કર્યો હતો. તે બંનેએ બાળકો સાથે રજાઓ માણી હતી પરંતુ તેમના વચ્ચેનું અંતર ઘટતું લાગતું ન હતું અને હવે અર્જુન ઘર છોડીને બીજે રહેવા જતો રહ્યો છે.

 

તાજેતરમાં, અર્જુન તેની 2 પુત્રીઓ સાથે ફિલ્મ જોવા ગયો હતો. અર્જુને તેના ફોટોને Instagram પર શેર કર્યો હતો પરંતુ આ ફોટોમાં મહેર દેખાઈ ન હતી.

 

A day off with my Jaans. At the waffle store. #mygirls #waffles #love

A post shared by Arjun (@rampal72) on

અર્જુન અને મેહરે 1998માં લગ્ન કર્યા હતા. તેની દીકરીઓનું નામ મેહિકા અને માયરા છે.

You might also like