લગ્નના 20 વર્ષ બાદ અલગ થયા અર્જુન અને મહેર, સુઝૈન આવી વચ્ચે?

અભિનેતા અર્જુન રામપાલ અને તેની પત્ની મેહરે લગ્નના 20 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં અનબન વિશે અહેવાલો આવતા હતા. અહેવાલો અનુસાર, હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝૈન ખાન આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર ગણવામાં આવી રહી છે. ભૂતકાળમાં એવા સમાચાર આવ્યા હતા કે સંબંધમાં કડવાશને લીધે, અર્જુને પહેલાથી જ તેનું ઘર છોડી દીધું હતું.

એક નિવેદન મુજબ, અર્જુન રામપાલ અને તેમની પત્ની મેહરે આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. આ બંને લગ્નનો અંત લાવવાના નિર્ણય લિશેની જાહેરાત કરતાં સમયો તેણે કહ્યું કે, 20 વર્ષનો આ આ સુંદર પ્રવાસનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અમે બંને સારા મિત્રો રહીશું અને જરૂર પડે ત્યારે એક બીજાનો સાથ પણ આપીશું. અર્જુન અને મેહરે 1998માં લગ્ન કર્યા હતા. તેમની દીકરીઓના નામ મહિકા અને માયરા છે.

તમને જણાવી દઈએ કે સુઝૈન, અર્જુન અને મેહર પહેલેથી ખૂબ સારા મિત્રો હતા. એવું કહેવાય છે કે સુઝૈન અને અર્જુન વચ્ચેની નિકટતામાં વધારો થયો છે, જેના પછી અર્જુન અને મેહર વચ્ચેનો સંબંધ તૂટ્યો છે.

You might also like