SSB જવાનોએ અર્જૂન મોઢવાડિયાના મતદાનનું કવરેજ કરતા મીડીયાને અટકાવ્યા

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા જ્યારે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે એસએસબી જવાનોએ મીડિયાવાળાને વોટિંગ કવરેજ કરતા રોક્યા હતા. આનો પ્રત્યુત્તર આપતા મોઢવાડિયાએ જણાવ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર દેખાઇ રહ્યો છે.

જેને આ વખતે જનતા તોડી નાંખશે. તો કોંગ્રેસના પોરબંદરના ઉમેદવાર અને પાર્ટીના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે બુથ મથકો પર બ્લૂ ટૂથ અને વાયફાઇ થી ઇવીએમ મશીનો કનેકટ થયા છે. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે વાયફાઇનું લોકેશન સીઇઓ ગુજરાત બતાવે છે જે દર્શાવે છે કે ગુજરાત સરકારની અહી કેટલી જોહુકમી ચાલે છે. જો કે લોકશાહીના આ પર્વમાં સમગ્ર ઘટના અંગે જીણવટભેર તપાસ થાય તે અંગે તેમણે માગ ઉઠાવી છે.

You might also like