મલાઇકાની સાથેની મિત્રતા અર્જૂનને પડી ભારે, નથી મળી રહ્યુ કામ

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનના મોટાભાઇ અરબાઝ ખાનને ડાઇવોર્સ આપ્યા બાદ એક્ટર અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા ખાનના મિત્રતાની ચર્ચા ચાલી રહી છે. બંને સ્ટાર્સ આ વિશે કઇ પણ વાત કરવા તૈયાર નથી.. બોલીવુડમાં હાલ એવી ચર્ચાઓ થઇ રહી છે કે અર્જૂનની મલાઇકા સાથે વધતી મિત્રતાના કારણે હવે તેણે સલમાન સામે દુશ્મની વહોરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાનને એવું લાગી રહ્યું છે કે અરબાઝ અને મલાઇકાના ડાઇવોર્સ પાછળ અર્જૂન કપૂર જવાબદાર છે. મળતી માહિતી અનુસાર અર્જૂન સલમાન સાથે અંતર જાળવી રહ્યો છે અને મોટાભાગની ઇવેન્ટમાં તે સલમાનથી દૂર રહે છે.

સૂત્રોનુસાર, 1998ના કાળિયાર શિકાર મામલે અર્જૂને સલમાન અંગેની તમામ વિગતો તેની બહેન અર્પિતા અને અલવિરા પાસેથી મેળવી હતી. સલમાન સાથે દુશ્મની વહોરવાનું પરિણામ હાલ અર્જૂન ભોગવી રહ્યો છે. સલમાન સાથેની દુશ્મનીના કારણે મોટાભાગના ડાયરેક્ટર્સ અર્જૂન સાથે કામ કરવા માટે તૈયાર નથી.મોટાભાગના ડિરેક્ટર્સ ભાઇજાન સાથે સંબંધો બગાડવા નથી માંગતા તેથી તે અર્જૂનને કામ આપતા પહેલા વિચાર કરે છે.

ભૂતકાળમાં જ્યારે અર્જૂનના પિતા બોની કપૂરની આર્થિક સ્થિતી વણસી ગઇ હતી ત્યારે સલમાને કોઇપણ ફી લીધા વિના ‘નો એન્ટ્રી’ ફિલ્મમાં કામ કર્યુ હતુ. તે વખતે જ બોનીએ અર્જૂનને મલાઇકા સાથે અંતર જાળવવાની સલાહ પણ આપી હતી.

You might also like