અર્જુનને સોનમનો ડર લાગે છે

અર્જુન કપૂરનું કહેવું છે કે એક વાતને લઈ પોતાની બહેન સોનમ કપૂરથી ખૂબ જ ડર લાગે છે. તેનું કહેવું છે કે જો તે કોઈ છોકરીને પસંદ કરીને લગ્ન કરવાની વાત કરશે તો સોનમ તરફથી સવાલોનો વરસાદ થશે. અર્જુનને લાગે છે કે સોનમ તેને ત્યારે જરૂર નિશાન બનાવશે જ્યારે તે કોઈ છોકરીને પસંદ કરશે. તેનું કહેવું છે કે સોનમ મારા પર ખૂબ જ અધિકાર જતાવે છે. મારો દાવો છે કે હું લગ્ન કરવા પણ જઈશ તો મારા પહેલાં તે છોકરીનો ઇન્ટરવ્યૂ જાતે લેશે. મારે અે છોકરી સાથે લગ્ન કરવા માટે સોનમને ખૂબ જ મસ્કા-પો‌િલશ લગાવવાં પડશે.

અા પહેલાં પણ અર્જુન કહી ચૂક્યો છે કે તેની તમામ પિતરાઈ બહેનોમાં સોનમ તેની સૌથી ફેવરિટ સિસ્ટર છે. સોનમ સાથે તેને ખૂબ જ ફાવે છે. અર્જુને કહ્યું કે સોનમ મારી ફેવરિટ પિતરાઈ છે. અમે બંને એક જ ઉંંમરનાં છીએ. અેક જ સ્કૂલમાં ભણ્યાં છીઅે અને શરૂઅાતથી જ સોનમને લઈ પ્રોટે‌િક્ટવ છું અને હંમેશાં રહીશ. સોનમના પિતા અનિલ કપૂર અર્જુનના કાકા છે. કપૂર પરિવાર પાસેથી વારસામાં મળેલા ગુણો અંગે અર્જુન કહે છે કે હું સિનેમાને પ્રેમ કરું છું. દર્શકોનું સતત મનોરંજન કરવાની મારી ઇચ્છા અનુભવું છું. એક પરિવારના રૂપમાં સિનેમાને પ્રેમ કરીઅે છીઅે અને મેં મારા પરિવાર પાસેથી એક વાત જાણી છે કે હંમેશાં દર્શકોની સેવા માટે તૈયાર રહો, કેમ કે તેઅો તમને બનાવે છે. અે દર્શક જ છે, જેના કારણે અાજે અમે અહીં છીઅે. તમને અહીં કેટલી વાર અાવવાની અને રહેવાની જરૂર છે તે પણ દર્શકો નક્કી કરે છે. •

You might also like