મુંબઇ: અર્જુન કપૂર હાલમાં લાઈમલાઈટમાં હોવાનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યો છે. તે અા ક્ષણને ખૂબ જ એન્જોય કરી રહ્યો છે. તેનું કહેવું છે કે એક કલાકાર તરીકે તેની ઓળખ બનાવવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. હવે મને સેલિબ્રિટી હોવાના કારણે મળતું અેટેન્શન ગમી રહ્યું છે અને ફાવી રહ્યું છે. મેં અાના માટે ખૂબ મહેનત કરી છે.
હવે જો હું તેનાથી ડરી જઉં અને તે હોવાનો ફાયદો ન ઉઠાવું તો શું કામનું. જે લોકો એવું કહે છે કે તેમને એટેન્શન પસંદ નથી તો તેઓ કદાચ ખોટું બોલે છે. અમારા પ્રોફેશનમાં અમારે ખૂબ જ મહેનત કરવાની હોય છે. અમને બધાંનો પ્રેમ મળે ત્યારે જ અમારી ઓળખ બને છે. હવે અાવા સંજોગોમાં તમે એમ કહો કે તમને અા બધું પસંદ નથી તો કોણ તમારી વાત પર વિશ્વાસ કરશે.
ફિલ્મ ‘તેવર’ના અભિનેતા અર્જુન કપૂરની સારી એવી ફેન ફોલોઈંગ છે અને તે પોતાના પ્રશંસકો સાથે જોડાઈ રહેવાનું ખૂબ પસંદ કરે છે. તે કહે છે કે મને ખ્યાલ છે કે અા બધી વસ્તુઓને કેવી રીતે હેન્ડલ કરવી. કેટલાક લોકો અા બધી વસ્તુ સાથે યોગ્ય રીતે ડીલ કરી શકતા નથી. કદાચ અા જ કારણે તેઓ તેને પસંદ કરતા નથી. શ્રેષ્ઠ વસ્તુ એ જ હશે કે હું કોઈ બીજા વિશે કંઈ ન કહું, પરંતુ જ્યાં સુધી મારો સવાલ છે તો મને એટેન્શન ગમે છે અને મારા પ્રશંસકો સાથે જોડાઈ રહેવું પણ ગમે છે.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરની આરટીઓ કચેરીમાં સોફટવેરમાં ચેડાં કરીને ટુ વ્હીલરનાં લાઈસન્સ ધારકોને ફોર વ્હીલર તેમજ હેવી વિહિકલનાં લાઈસન્સ કાઢી…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ટૂંકા સત્રનો આરંભ આજે વિપક્ષના હોબાળા વચ્ચે થયો હતો. સત્રની શરૂઆતના પહેલા દિવસે…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા…
(એજન્સી) પુલવામા: તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ૪૪ જવાનોને શહીદ કરનાર ખોફનાક આતંકી હુમલાના બદલારૂપે આજે પુલવામામાં જ સુરક્ષાદળોએ આ આતંકી…
(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફે કાશ્મીરમાં જવાનોના કાફલાની અવરજવરમાં નવા નિયમો જોડવાનો નિર્ણય કર્યો છે.…