બોલીવુડમાં ‘મોસ્ટ વોન્ટેડ’ છે અર્જુન કપૂર

અર્જુન કપૂરની છેલ્લી ફિલ્મ ‘મુબારકાં’ એટલી ન ચાલી જેટલી આશા રાખવામાં આવી હતી. ‘હાફ ગર્લફ્રેન્ડ’ પણ પીટાઇ ગઇ. તેની આવનારી ફિલ્મોમાં ‘સંદીપ ઔર પિન્કી ફરાર’, ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ અને ‘ફર્જી’ મુખ્ય છે. અર્જુન અને પરિણી‌િત ચોપરાએ ફિલ્મ ‘ઇશ્કજાદે’થી એકસાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તેઓ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ અને ‘નમસ્તે ઇંગ્લેન્ડ’માં એકસાથે જોવા મળશે.

‘સંદીપ ઔર પિન્કી ફરાર’ બે એવા લોકોની કહાણી છે, જે શરૂઆતમાં નફરત કરે છે, બાદમાં તેમની નફરત પ્રેમમાં બદલાઇ જાય છે. અર્જુન એક હરિયાણવી પોલીસવાળાના રોલમાં જોવા મળે છે. ફિલ્મને દિબાકર બેનરજી નિર્દે‌િશત કરી રહ્યા છે. અર્જુન અને પરિણી‌િત એક જબરદસ્ત આઇટમ સોંગ કરતાં પણ દેખાશે.

ત્યારબાદ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ રિલીઝ થશે. અર્જુને નિખિલ અડવાણીની ફિલ્મ ‘કલ હો ન હો’ દરમિયાન તેના સહાયક તરીકે કામ શરૂ કર્યું હતું. હવે તે નિખિલની કોમેડી અને રોમાન્સ બેઝ્ડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેનું નિર્દેશન સૌરભ શુક્લા કરશે. આશુતોષ ગોવા‌રિકરે પણ એક ઐતિહાસિક ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે અર્જુનનો એપ્રોચ કર્યો છે.

અર્જુનની ઓપોઝિટ સંજય દત્ત એક ખાસ પાત્રમાં જોવા મળશે. અર્જુને પોતાના નિર્માતા પિતા બોની કપૂરના સહયોગ વગર પહેલી તકની શોધ કરી અને પોતાના હુન્નરના દમ પર આજે એક ખાસ સ્થાન બનાવી લીધું છે. અભિનયનો રસ્તો તેને સલમાન ખાને બતાવ્યો હતો. આ પહેલાં તે નિર્દેશક બનવાનાં સપનાં જોતો હતો. અર્જુનની બોડી લેંગ્વેજમાં તેનો આત્મવિશ્વાસ ઝળકે છે. તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિંદી રિમેક માટે નિર્માતા સાજિદ નડિયાદવાલાએ પણ અર્જુનને સાઇન કર્યો છે.

You might also like