Categories: Entertainment

અર્જુનને ‘મિસ્ટર ઈન્ડિયા’ બનવું છે

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે તેના કાકા અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’ની સિક્વલમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અર્જુન કહે છે કે હું ભવિષ્યમાં ક્યારેક ‘મિ. ઇન્ડિયા’ની સિક્વલમાં જરૂર કામ કરીશ. આટલી બેસ્ટ ફિલ્મનો હિસ્સો બનવામાંથી હું ઇન્કાર ન કરી શકું. ‘મિ. ઇન્ડિયા’ જેવી ફિલ્મની સિક્વલ કરવી બહુ મોટી જવાબદારી હોય છે. તે એક સુંદર અને કલાત્મક ફિલ્મ હતી. તે ફિલ્મે આપણા બધા પર એવી છાપ છોડી હતી કે આજે પણ કોઇ બાળકને ‘મિ. ઇન્ડિયા’ બતાવી દઇએ તો તેને ભારતની બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ લાગશે. તે સમય પ્રમાણે ફિલ્મમાં ખૂબ જ સુંદર વીએફએક્સનું કામ કરવામાં આવ્યું હતું.

અર્જુન કહે છે કે જ્યારે તમે કોઇ પરફેક્ટ વસ્તુને અડો ત્યારે ખૂબ જ સિફતપૂર્વક અડવું જોઇએ. તમારા સ્વાર્થ માટે કોઇ એવી વસ્તુને ટચ ન કરવી જોઇએ. તમે એમ વિચારો કે ચાલો એક ફિલ્મ બનાવી જ દઇએ તો બધું બરબાદ થઇ જાય છે. અર્જુને સાથે એમ પણ કહ્યું કે ‘મિ. ઇન્ડિયા’માં હીરોને માત્ર અડધી જ ફિલ્મનું શૂટિંગ કરવું પડશે, કેમ કે અડધી ફિલ્મમાં હીરો દેખાતો પણ નથી. તે કહે છે કે ‘મિ. ઇન્ડિયા’ની સિક્વલમાં હું ત્યારે જ કામ કરીશ, જ્યારે બધાના આશીર્વાદ મારી સાથે હશે અને એક યોગ્ય ડિરેક્ટરને લઇને ફિલ્મ બનાવવામાં આવશે. ‘મિ. ઇન્ડિયા’ ફિલ્મ અર્જુનના પિતા બોની કપૂરે પ્રોડ્યૂસ કરી હતી. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ફિલ્મની સિક્વલ બનાવવાની ચર્ચા ખૂબ જ સાંભળવા મળે છે. •

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

12 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

12 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

12 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

12 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

12 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago