આર્જેન્ટિના અને ચીલીમાં ભૂકંપના આંચકાઃ તીવ્રતા ૬.૪

સાન ટિયાગો (ચીલી): પશ્ચિમ આર્જેન્ટિના અને ચીલી સરહદે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે પાડોશી દેશ ચીલીના પાટનગર સાન ટિયાગોમાં ઈમારતો ધ્રુજી ઊઠી હતી, જોકે હજુ સુધી જાનમાલ અને પ્રાથમિક સેવાઓ અવરોધાવાના કે ખુવારી થવાના કોઈ સમાચાર નથી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૪ હતી. ચીલીના નૌકાદળે ભૂકંપ બાદ સુનામીની શક્યતાને નકારી કાઢી છે.
ભૂકંપનું એપી સેન્ટર આર્જેન્ટિનાના સૈન જુઆન શહેરથી ૨૪ કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં અને ચીલીના સા‌ન‌ ટિયાગોથી ૨૮૬ કિ.મી. પૂર્વોત્તરમાં હતું. શરૂઆતમાં ભૂકંપના આંચકાની તીવ્રતા ૬.૭ દર્શાવવામાં આવી હતી, પરંતુ પાછળથી તીવ્રતા ઓછી થઈ ગઈ હતી. ચીલીની સરકારી કોપર ઉત્પાદક કંપની કોડેલ્કાએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે કંપનીની કામગીરી પ્રભાવિત થઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ દુનિયામાં સૌથી વધુ કોપરની નિકાસ કરતી કંપની છે. કોડેલ્કોની એનડીના અને ઈઆઈ ટેનિયેન્ટ માઈન ચીલીની મધ્યમાં આવેલ છે, જે ભૂકંપના એપી સેન્ટરથી દૂર નથી. આર્જેન્ટિનાની સિસ્મિક ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ઓલેહાન્ડ્રો જુલિયાનોએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના નુકસાન થયાના સમાચાર નથી, જોકે ભૂકંપ કેન્દ્રની નજીક આવેલી કેટલીક ઈમારતોને નુકસાન પહોંચ્યું હશે, કારણ કે આમાંની કેટલીક ઈમારતોનું બાંધકામ નબળું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ હતી, જેનાથી વધુ તબાહી સર્જાઈ શકાઈ હોત, પરંતુ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટી નીચે ઘણી જ ઊંડાઈએ હતું.

visit: sambhaavnews.com

You might also like