સોપારીના છે અનેક લાભ..અજમાવી જુઓ..

મોટેભાગે સોપારીનો ઉપયોગ પૂજા માટે જ કરવામાં આવે છે. સોપારીની તાસીર ગરમ હોય છે. સોપારી ખુબ જ નાની છે પરંતુ તેના લાભ સાંભળીને તમે ચકિત થઇ જશો.

– જો તમારા દાંતના પેઢામાંથી લોહી આવતું હોય તો સોપારીનો ભુકો કરીને તેનો ઉકાળો બનાવો. આ પાણી વડે રોજ કોગળા કરવાથી પેઢામાંથી આવતું લોહી બંધ થઇ જશે.

– જો તમને વારંવાર પેશાબ આવતો હોય તો સોપારીનો પાવડર 1 થી 2 ગ્રામ લઇને તેને ગાયના ઘી સાથે ઉપયોગ કરો.

– સોપારીમાં રહેલું ટૈટિન હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

– તેનો વધારે ઉપયોગ કરવાથી લોહી પાતળુ થઇ જાય છે તેમજ ચક્કર આવે છે.

– સોપારીનો ઉપયોગ દાંતના સડાને રોકવા માટે મંજનના રૂપે પણ કરવામાં આવે છે કારણ કે તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે.

– જો તમારા દાંતોમાં સડો થઇ ગયો હોય તો સોપારીનો ભુકો કરીને રોજ બ્રશ કરો.

– જો ક્યાંય ઘા થયો હોય અને લોહી સતત વહેતું હોય તો સોપારીનો ભુકો કરીને ઘા પર લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જશે.

– જેમને ડાયાબિટીસની સમસ્યા હોય અને અને મોઢું વારંવાર સુકાઇ જતું હોય તેમણે સોપારીનો ટુકડો લઇને મોઢામાં રાખવો.

– દાદ, ખાજ અને ખરજવું થયું હોય તો સોપારીને પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. વધારે ખંજવાળ આવતી હોય તો સોપારીની રાખને તલના તેલમાં ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.

You might also like