પાક.ને સાઉદીનાં શાહે પુછ્યું તમે અમારી સાથે છો કે કતરની સાથે ?

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે એક મુલાકાતમાં સઉદી અરબનાં શાહ સલમાને તેમને સવાલ પુછ્યો કે તમે અમારી સાથે છો કે કતારની ? શરીફ કતર સંકટનો ઉકેલ લાવવા માટે ખાડી દેશોની મુલાકાતે ગયેલા છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુનલે રાજદ્વારી સુત્રોનાં હવાલાથી કહ્યું કે સઉદી અરબનાં શાહ સાથે સોમવારે જેદ્દામાં શરીફ સાથે મુલાકાત દરમિયાન તેમને કહ્યું કે કતરનાં મુદ્દે પાકિસ્તાન પોતાની સ્થિતી સ્પષ્ટ કરે. સમાચારમાં કહેવામાં આવ્યું કે, જ્યારે રિયાદે ઇસ્લામાબાદને પુછ્યું કે તમે અમારી સાથે છે કે કતરની સાથે તો આ અંગે પાકિસ્તાને સઉદી અરબને જવાબ આપ્યો કે પશ્ચિમ એશિયામાં વધી રહેલા રાજદ્વારી સંકટ વચ્ચે તેઓ કોનાં પક્ષે છે.

કતરની સાથે સઉદી તથા અન્ય ખાડી દેશોએ રાજદ્વારી સંપર્ક કાપી નાખ્યા બાદથી પાકિસ્તા ખુબ જ સાવધાની પુર્વક પગલા લઇ રહ્યું છે. આ દેશોનો આરોપ છેકે તેલ સંપન્ને કતર આતંકવાદી સમૂહોને સમર્થન આપે છે. જો કે અખબારમાં છપાયેલા સમાચારો અનુસાર સઉદી ઇચ્છે છેકે પાકિસ્તાન તેનો સાથ આપે. સુત્રોનાં અનુસાર પાકિસ્તાન મુસ્લિમ જગતમાં મતભેદ પેદા કરનાર કોઇ પણ ઘટનામાં કોઇ પણ એક પક્ષ તરફી નહી રહે. જો કે સઉદી અરબને શાંત કરવા માટે પાકિસ્તાન કતરમાં પોતાનાં પ્રભાવનો ઉપયોગ કરીને પરિસ્થિતી થાળે પાડવાનો પ્રયાસ કરશે.
http://sambhaavnews.com/

You might also like