સિંગલ મધર છો?તો આ બાબતથી સાવચેત રહેજો

લગ્ન એ સામાજિક અને આર્થિક સુરક્ષામાં વધારો અને તણાવમાં ઘટાડો કરે છે એવું અમેરિકન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ કહે છે. પતિ-પત્ની એકબીજાના હમદર્દ બનીને રહે તો શારીરિક અને માનસિક બીમારીઓ ઉદ્ભવતી નથી, પરંતુ જ્યારેજ્યારે કોઈ આકસ્મિક કારણોથી બંને અલગ થાય છે ત્યારે મહિલાના માથે બહુ મોટી જવાબદારી આવી પડે છે.

સિંગલ મધર પર ઘર ચલાવવાની સાથે સંતાનોની દેખભાળ રાખવાનું કઠિન થઈ જાય છે. સિંગલ મધર પર હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. નેધરલેન્ડની ઈરાસમુસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધન અનુસાર જે મહિલા તેના પતિ સાથે રહે છે તેઓને હૃદયરોગનું જોખમ ઓછું રહે છે જ્યારે સિંગલ મધર પર વધારે રહે છે. એક સરવે અનુસાર અમેરિકામાં જેટલાં સિંગલ પેરેન્ટ્સ છે તેમાંથી ૮૦.૬ ટકા મહિલાઓ છે. જેમાંથી ૪૫ ટકાએ છૂટાછેડા લીધા છે, ૧.૭ ટકા વિધવા છે ને ૩૪ ટકાએ લગ્ન નથી કર્યાં.

સંશોધક ડૉ. ફ્રેન્ક વેન લેન્થે કહે છે કે, “સાથીદાર તરફથી જ્યારે સહકાર મળતો બંધ થાય છે ત્યારે મહિલા પર પ્રથમ નાણાકીય ચિંતા આવી પડે છે. જેના લીધે એ સખત તણાવ અનુભવે છે ને પરિણામે તે તેના સ્વાસ્થ્ય પરથી કાબૂ ગુમાવી બેસે છે.”

You might also like