અમદાવાદઃ છેતરપિંડી મામલે અર્બુદા ક્રેડિટ સોસાયટી લી.નાં MDની ધરપકડ

અમદાવાદઃ અર્બુદા ક્રેડિટ સોસાયટી લીમિટેડનાં MDની ધરપકડ કરવામાં આવી હતી. આબુ રોડ ખાતેથી MD રાકેશ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 60 લાખનાં છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

ગ્રાહકોનાં નાણાંને રિયલ એસ્ટેટમાં રોક્યા હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. પોલીસે આરોપીની કુલ રૂપિયા 76 કરોડની મીલ્કત સીઝ કરી હતી. સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પરંતુ મળતી માહિતી મુજબ અન્ય બે આરોપીઓ વિદેશમાં ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. આશા અગ્રવાલ અને નિશા અગ્રવાલ વિદેશ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.

અર્બુદા ક્રેડિટ સોસાયટી લીમિટેડમાં કામ કરનાર MD રાકેશ અગ્રવાલની છેતરપિંડી મામલે LCB ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમનાં પર પોલીસ દ્વારા રૂ.60 લાખની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાને ધ્યાનમાં રાખી પોલીસે રાકેશ અગ્રવાલની ધરપકડ કરી હતી. પરંતુ હજી પણ આ મામલે અન્ય બે આરોપીઓ ફરાર થઇને વિદેશમાં ફરી રહ્યાં હોવાની વિગત સામે આવી છે. જેથી પોલીસ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. અને ફરાર આ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી રહી છે.

You might also like