અરબાઝની આ ગર્લફ્રેન્ડને કારણે પતિથી અલગ થઇ મલાઇકા

મુંબઇઃ અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન વચ્ચે છૂટાછેડા થવા જઇ રહ્યાં છે. બંનેએ છૂટાછેડા માટે કેસ ફાઇલ કરી દીધો છે. ત્યારે બંને પોતાની અલગ અલગ લાઇફ જીવી રહ્યાં છે. હાલમાં જ અરબાઝ ખાને એક એવો ખુલાસો કર્યો છે. જેને સાંભળીને મલાઇકાની સાથે સૌ કોઇ પરેશાન થઇ જાય. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં અરબાઝે તેની રોમાનિયન ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો. જેનું નામ એલેક્ઝેડ્રિયા છે.

એલેક્ઝેડ્રિયા સાથે અરબાઝની પ્રથમ મુલાકાત જ્યારે તે ગોવા ગયો ત્યારે થઇ હતી. એલેક્ઝએંડ્રિયાનો ગોવામાં એલક્ઝેંડ્રા રેસ્ટોરે છે. અરબાઝે કહ્યું કે એલેક્સ સાથે તેણે લાંબો રસ્તો કાપવો છે. ત્યારે અરબાઝના આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે એલેક્ઝેડ્રિયાને કારણે જ મલાઇકા અને અરબાઝના સંબંધો તૂટ્યા છે.

અરબાઝના ભાઇ સલમાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ રોમાનિયાન છે. સોશિયલ મીડિયા પર અરબાઝ અને ઇલેક્ઝેંડ્રિયાના અનેક ફોટા છે. જેનાથી ખ્યાલ આવી જાય છે કે બંને એકબીજાને પ્રેમ કરે છે. બંને છ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અરબાઝે ઇનસ્ટા પર પણ તેના અને તેની ગર્લફ્રેન્ડના ફોટો શેર કર્યા છે. સાથે જ લખ્યું છે પ્રેમાળ એલેક્સ મ્યુઝિકને એન્જોય કરતી..

http://sambhaavnews.com/

You might also like