એક્સ વાઇફ મલાઇકાને મળવા માટે પોતાની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો અરબાઝ ખાન

સલમાન ખાનના ભાઈ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને ગત વર્ષની 11 મેના પોતાની પત્ની મલાઈકા અરોરા સાથે છુટાછેડા લીધા. અલગ થયા પછી પણ અરબાઝ ખાન અને મલાઈકા એક બીજાના ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. ચર્ચા અત્યારે એવી પણ છે કે અરબાઝ ખાન આજકાલ યેલો મેહરાને ડેટ કરી રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી ફોટોઝમાં અરબાઝ ખાન સાથે તેની એક્સ વાઈફ મલાઈકા, તેની માતા, પિતા અને પહેન અમૃતા અરોરાને એક સાથે જોવા મળ્યા. આ ઉપરાંત તેમની સાથે યેલો મેહરા પણ જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અરબાઝ ખાન અને મલાઈકા ફેમિલી સાથે લંચ ડેટ પર ગયા હતા.

આ ફોટોમાં અરબાઝ ખાન પિંક કલરની ટી-શર્ટમાં અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે યેલો મેહરાએ યલો કલરનું ટોપ અને વ્હાઈટ કલરની પેન્ટ પહેરેલી છે. મલાઈકા અરોરા અને તેની બહેન બ્લૂ કલરની જિન્સ અને વ્હાઈટ લોન્ગ શર્ટમાં જોવા મળી. મલાઈકા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પણ સાથે હતો.

આ પહેલા અરબાઝનું નામ એલેક્ઝેન્ડા સાથે પણ જોડાયું હતુ.

હાલમાં અરબાઝ ખાન આજકાલ અપકમિંગ ફિલ્મ ‘દબંગ-3’નું પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. લીડ એક્ટ્રેસનું નામ સામે આવ્યું નથી. ફિલ્મમાં મૌની રોયનો ગેસ્ટ અપીયરંસ જોવા મળશે.

You might also like