ઈન્ફોસિસ બોર્ડ પર ફાઉન્ડર નારાયણ મૂર્તિ ભારે નારાજ

નવી દિલ્હી: દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે પનાયા ડીલને ક્લીનચિટ આપવાના કારણે તેઓ ઇન્ફોસિસના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સથી નારાજ છે. ઇન્ફોસિસ બોર્ડે વિવાદાસ્પદ પનાયા ટેકઓવર નિષ્કલંક હોવા પર પોતાની મહોર લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ મૂર્તિએ પનાયા ડીલ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે કંપનીના સીઇઓ વિશાલ સિક્કાને રાજીનામું આપવું પડ્યું હતું.

કંપનીના ચેરમેન નંદન નીલેકર્ણીની અધ્યક્ષતામાં મળેલ બોર્ડે જણાવ્યું હતું કે પનાયા ડીલમાં ગોટાળા થયા હોવાની ફરિયાદમાં કોઇ તથ્ય નથી.

નારાયણ મૂર્તિએ આ અંગે એક ઇ-મેલ દ્વારા પોતાનું નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે હું ઇન્ફોસિસના રોકાણકારોને આપેલી સ્પીચ દરમિયાન ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દા અને પ્રશ્નોને વળગી રહું છું. એક વાત સ્પષ્ટ છે કે ઇન્ફોસિસ બોર્ડે આ બાબતે પારદર્શિતા સાથે જવાબ આપ્યા નથી.

You might also like