નાકાબંધી દરમિયાન બુટલેગરોએ કર્યો પોલીસ કર્મી પર હુમલો

અરવલ્લી જીલ્લો રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલો જીલ્લો છે. જેથી અહીં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગર આર. આર. સેલના હેડ કોન્સ્ટેબલ ઇમરાન ખોખર અંતરિયાળ વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યાં હતા. ત્યારે બંને ગાડીઓમાંથી લાકડીઓ અને હોકી લઈને 12 થી વધુ શખ્શો નીકળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે,જેમાં બુટલેગરો દ્વારા પોલીસ જવાનની ગાડીને તોડી પાડવામાં આવી હતી. પોલીસ જવાનને ગંભીર ઈજાઓ કરી હતી. બુટલેગરો દ્વારા પોલીસ જવાનને જાનથી મારી નાખવાની કોશિશ કરાઈ હતી. આ ઘટનાના પગલે અરવલ્લી જીલ્લામાં પોલીસ વિભાગમાં સોપો પડી ગયો હતો. જેમાં 12 થી વધુ આરોપીઓ સામે રાયોટીંગ અને જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે,ડોડીસરા,ધુલેટા અને બોરનાલા સહીત આ ગામડાના વિસ્તારમાં 10 પોલીસ ગાડીઓ અને હથિયારધારી બંદોબસ્ત સાથે આરોપીઓને ઝડપી લેવા કોમ્બિંગ હાથ ધરાર્યું હતું. આ ઘટના બાદ દિવસે 100 થી વધુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને આરોપીઓના ઘર પર તવાઈ બોલાવી હતી. પોલીસને જ હવે સુરક્ષા આપવાનો સમય આવી ગયો હોય તેવું આ ઘટનાથી સાબિત થઇ રહ્યુ છે.

You might also like