કુદરતનો અનમોલ ખજાનો છુપાયેલો છે આંધ્ર પ્રદેશની અરકૂ વેલીમાં….

ગલિકોંડા હિલ્સમાં સમુદ્ર તટથી 3000 ફુટની ઉંચાઇ પર આવેલ આ ખજાનો એટલે અરકૂ વૈલી. આ જગ્યાને ખૂબસુરત બનાવવામાં ઇસ્ટર્ન ઘાટનો મહત્વનો ભાગ છે. અરકૂ વૈલીને સુંકારમેટ્ટા રિઝર્વ ફોરેસ્ટનો થોડો ભાગ જોવા મળે છે. એવું કહી શકાય છે કે આ વૈલીની સુંદરતા તેની શુધ્ધતામાં છે.

અહીં મોટી-મોટી હોટલ નથી. અરકૂ વૈલીનો સૌથી વધુ આનંદ અહીંના ખુલ્લા આકાશ હેઠળ કેમ્પ લગાવી તારોની નીચે રાત પસાર કરવી છે. આ વેલી કોઇ વાડકા સમાન છે, જેની સુરક્ષા ચારેબાજુ ફેલાયલ ગલિકોંડા હિલ્સ કરે છે. ખરેખર અરકૂ વૈલી ઇકો ટૂરિઝમ માટે દેશ અને દુનિયામાં જાણીતી છે.

અહીં હોટ એર બલૂન રાઇડ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી એક્ટિવિટી છે. વિશાખાપટ્ટનમથી અરકૂ વૈલી 114 કિલોમીટરની દૂરી પર આવેલું છે. અહીં પહોંચતા ત્રણ કલાક જેટલો સમય લાગે છે. વિશાખાપટ્ટનમ-અરકૂવૈલી એવી ટૂરિસ્ટ પેસેન્જર ટ્રેન ખાસ અરાકૂ વૈલીના દર્શન માટે ભારતીય રેલવે દ્વારા ખાસ ચલાવામાં આવે છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તેની છત પર પારદર્શી કાચ લગાવામાં આવ્યાં છે.

અહીં અનંતગિરીની પહાડીઓમાં એક અદ્દભૂત ગુફા છે જેનું નામ બોરા કેવ છે. અહીં એક કાતીકી બોરા કેવના નજીક એક સુંદર વાટરફોલ છે. અરકૂ માટે સૌથી નજીકનું એરપોર્ટ પણ વિશાખાપટ્ટનમ છે. વિશાખાપટ્ટનમથી રોડ, રેલ માર્ગે અરકૂવૈલી પહોંચી શકાય છે.

You might also like